બિઝનેસ

RBI ગવર્નર શક્તિકાંત દાસે બે હજારની નોટ પરત ખેંચવા પર આપ્યું મોટું નિવેદન; કહ્યું- નકારાત્મક અસર….

Text To Speech

નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાથી ભારતની અર્થવ્યવસ્થા પર કોઈ નકારાત્મક અસર પડશે નહીં.

તેમણે કહ્યું, “એક વાત હું સ્પષ્ટપણે કહી શકું છું કે અમે અત્યારે જે બે હજારની નોટો પાછી ખેંચી રહ્યા છીએ તેની આપણી અર્થવ્યવસ્થા પર કોઈ નકારાત્મક અસર નહીં પડે. તેની કેટલી હકારાત્મક અસર થાય છે, તે તો ભવિષ્યમાં જ ખબર પડશે.

ભાજપે ભ્રષ્ટાચાર પર ગણાવી સર્જિકલ સ્ટ્રાઈક

RBIએ 19 મેના રોજ 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.

આરબીઆઈએ કહ્યું કે બે હજાર રૂપિયાની નોટ ધીરે ધીરે ચલણમાંથી બહાર થઈ રહી છે. 31 માર્ચ, 2018 સુધીમાં બજારમાં રૂ. 2,000ની કિંમતની રૂ. 6.73 લાખ કરોડની નોટો હતી, જે કુલ નોટોના 37.3 ટકા હતી.

જ્યારે 31 માર્ચ 2023 સુધી બજારમાં 3.62 લાખ કરોડ રૂપિયાની બે હજાર રૂપિયાની નોટો હતી જે કુલ નોટોના માત્ર 10.8 ટકા છે.

આરબીઆઈના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા ભાજપના નેતાઓએ તેને ભ્રષ્ટાચાર પરની સર્જિકલ સ્ટ્રાઈક ગણાવી હતી.

આ પણ વાંચો- પીએમ નરેન્દ્ર મોદીએ યુએસ રાષ્ટ્રપતિ બાઈડેનના ટ્વીટનો આપ્યો જવાબ

Back to top button