ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કર્ણાટકમાં ગૌહત્યા મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્ચે ગરમાયુ રાજકારણ

Text To Speech

ગૌ હત્યાના મુદ્દે ભાજપે કર્ણાટક સરકારમાં મંત્રી એવા કોંગ્રેસ નેતા પ્રિયાંક ખડગેને પર ઘેર્યા બાદ તેમણે પણ સામે પલટવાર કર્યો છે. તેમણે બીજેપીના કર્ણાટક યુનિટના ટ્વિટર હેન્ડલ પરથી કરવામાં આવેલ ટ્વિટ શેર કરીને ભારજ પર નિશાન સાધ્યું. ભાજપે કોંગ્રેસના નેતાનો એક વીડિયો ટ્વિટ કરીને આરોપ લગાવ્યો છે કે પ્રિયાંક ખડગે પોલીસ અધિકારીઓ પર ગેરકાયદેસર થતી ગૌહત્યાનો વિરોધ કરનારાઓની ધરપકડ કરવા દબાણ કરી રહ્યા છે.

કોંગ્રેસના પ્રિયાંક ખડગેએ ભાજપને આપ્યો જવાબ

ભાજપ પર વળતો પ્રહાર કરતા પ્રિયાંક ખડગેએ રવિવારે (25 જૂન) ટ્વીટ કર્યું, “ડિયર ભાજપ કર્ણાટક, પાર્ટીના ટ્વિટર હેન્ડલને સંભાળતી તમારી એજન્સીને કાઢી નાખવાનો સમય આવી ગયો છે.” તે સ્પષ્ટ છે કે તેઓ કન્નડ સમજી શકતા નથી, બંધારણને સમજવાની વાત તો છોડી દો.”

આ સાથે તેમણે એક ટ્વિટમાં લખ્યું કે, ”શું ભાજપ એવું સૂચન કરી રહી છે કે ગૌરક્ષકતા કાયદેસર છે અને કોઈપણ પ્રકારના ધ્યાન રાખવાવાળા લોકોને કાયદો તોડવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ? કોશિશ કરીને જોઈ લેજો મિત્રો, કર્ણાટક સરકાર તમને બંધારણની શક્તિ બતાવશે.”

ભાજપે કોંગ્રેસ વિરુદ્ધ કર્યું ટ્વિટ

આ પહેલા રવિવારે ગૌ હત્યાના મુદ્દે કર્ણાટક બીજેપીએ પ્રિયંક ખડગેને ટેગ કરીને ટ્વીટ કર્યું હતું કે, “ભારતીય બંધારણની કલમ 48 સ્પષ્ટપણે જાનવરોની કતલને પ્રતિબંધિત કરે છે, ખાસ કરીને જાહેર સ્થળોએ. જો કે, પ્રિયંક ખડગે ગેરકાયદેસર ગૌહત્યાને પ્રોત્સાહન આપીને માત્ર પોતાની સત્તાનો દુરુપયોગ જ નથી કરી રહ્યા, પરંતુ ગૌ હત્યાનો વિરોધ કરનારાઓની ધરપકડ કરવા માટે પોલીસ અધિકારીઓ પર દબાણ પણ કરી રહ્યા છે.”

બીજેપીએ આગળ લખ્યું, “સ્વયં સંવૈધાનિક નિષ્ણાંત સિદ્ધારમૈયાએ જણાવવું જોઈએ કે શું આ બાબાસાહેબના ભારતીય બંધારણનું ઉલ્લંઘન છે કે નહીં.” જો નહીં, તો બંનેને ભારતીય બંધારણ વિશે શિક્ષિત કરવાની જરૂર છે.”

આ પણ વાંચો: રાહુલ ગાંધીની પ્રેમની દુકાનને લઈને આપના નેતા સૌરભ ભારદ્વાજનું નિવેદન

 

Back to top button