ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

PM મોદીને EGYPTનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ધ નાઇલ’ એનાયત

Text To Speech

ઈજિપ્તની 2 દિવસીય મુલાકાતના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11મી સદીની અલ-હાકીમ મસ્જિદની મુલાકાત લીધી હતી. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ-સીસીએ મોદીને ઇજિપ્તના સર્વોચ્ચ રાજકીય સન્માન ‘ઓર્ડર ઓફ ધ નાઇલ’થી સન્માનિત કર્યા હતા. આ મસ્જિદનું ભારતના બોહરા સમુદાયની મદદથી તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. આ પછી તેઓ હેલિયોપોલિસ સ્મારક પહોંચ્યા. PMએ અહીં પ્રથમ વિશ્વ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બે દિવસની મુલાકાતે ઇજિપ્ત પહોંચ્યા હતા. મોદીનું એરપોર્ટ પર વડાપ્રધાને સ્વાગત કર્યું હતું. તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. 1997 પછી પહેલીવાર કોઈ ભારતીય વડાપ્રધાન ઈજિપ્ત પહોંચ્યા છે. મોદી અહીં ભારતીય મૂળના લોકોને મળ્યા હતા.

 

PMએ ભારતીય સૈનિકોના સ્મારકમાં પહોંચ્યા હતા. તે 3,799 ભારતીય સૈનિકોને સમર્પિત છે જેમણે પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ઇજિપ્તમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. PMએ અહીં પ્રથમ વિશ્વ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

પીએમ મોદીએ ઈજિપ્તમાં 11મી સદીની મસ્જિદની મુલાકાત લીધી હતી. ભારતના બોહરા સમુદાય દ્વારા તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ઈજિપ્તની યુવતીએ ગાયું ‘યે દોસ્તી હમ નહીં તોડેગે’, PM મોદીએ આપ્યું આ રિએક્શન

Back to top button