ગુજરાત

ડીંડોલી વિસ્તારના સાસુ-વહુનો મારામારીના વીડિયોની હકીકત શું છે? જાણો અહીં

  • સુરત શહેરના ડીંડોલી વિસ્તારનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ.
  • વીડિયોમાં એક વહુ પોતાની સાસુને માર મારી રહી છે.
  • ઝગડો સંપત્તિ પોનાના નામે કરાવાની માંગ કરતા થયો હતો.

સુરત: તમે સાસ-વહુને ઝગડતા જોયા જ હશે પરંતુ કોઈ દિવસ માર મારતા નહિ જોયું હોય. આવો જ એક બનાવ સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલ એક ઘરમાં સાસુ-વહુની વચ્ચે થયો હતો. જેમાં સાસુ-વહુની વચ્ચે ઝગડો થતા મારામારી થઈ હતી. બંને વચ્ચે થયેલ મારામારીની તમામ ઘટના વીડિયો સ્વરૂપે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે.

સુરત શહેરના ડીંડોલી વિસ્તારનો એક અજીબ વીડિયો વાયરલ થયો છે. જેમાં એક વહુ પોતાની સાસુને ઢોર માર મારી રહી છે. ત્રણ વર્ષ અગાઉ મહિલાએ સંપત્તિની લાલચે મહિલા પો. સ્ટે.માં ફરિયાદ પણ નોંધાવેલ છે. જેમાં ફરિયાદ પાછી લેવા સંપત્તિ પોતાના નામે કરવાની માંગણી કરી હતી. ત્યારે સસરાના નામે રહેલ લિંબાયતની સંપત્તિ વહુના નામે કરી દીધી હતી. ત્યારબાદ વહુએ સમાધાન કરવાનું ના પાડી હતી.

ત્યારબાદ વહૂએ ગામડાની સંપત્તિ પણ માંગતા પતિએ આપવાની ના પાડી હતી. જેથી વહુએ ઉશ્કેરાઈ જઈ પોતાની સાસુને ઢોર માર માર્યો હતો. હાલ આ બાબતે ડીંડોલી પોલીસ સ્ટેશન ખાતે બનાવની હકીકત જાણવા મળી છે. છતાં પોલીસે આ અરજીના અનુસંધાને કોઈ નક્કર પગલાં લીધા નથી. ડીંડોલી પોલીસ દ્વારા વૃદ્ધોની સાંભળવામાં આવતી નથી તેવું ચર્ચાઓ ચાલી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતના આ જિલ્લાના ખેડૂતો માટે બિપોરજોય વાવાઝોડામાં પડેલો વરસાદ ફાયદાકારક

સંપત્તિ પોતાના નામે માંગતા ઝઘડો થયો હતો

જ્ઞાનેશ્વર પાટીલે જણાવ્યું કે, થોડા વર્ષો પહેલા મારી પત્ની દ્વારા મારા ઉપર કેસ કરવામાં આવ્યો હતો અને દહેજ માંગવાનો કેસ દાખલ કર્યો હતો. ત્યારે અમે લોકોએ સમાધાન કરી તેને પોતાના ઘરે જતી રહી હતી ત્યાંથી લઈ આવ્યા હતા. ત્યારબાદ તેણે જે મકાનમાં અમે રહીએ છીએ તે તેના નામ ઉપર કરી દેવા માટે દબાણ કર્યું હતું. પરંતુ તેમ છતાં વહુએ સમાધાન કરવાનો ઈન્કાર કર્યો હતો. જેના પછી પતિએ ગામડાની સંપત્તિ પણ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. પરિણામે વહુ ઉશ્કેરાઈ ગઈ હતી અને સાસુને ઢોરમાર માર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મોટાભાગના ઘરમાં સાસુ-વહુનો ઝઘડો થતો હોય છે. આપણી આસપાસ અથવા આપણા જ પરિવારમાં અમુક સમયે સાસુ વહુ વચ્ચે ખેંચતાણ થતી હોય છે. આમ પણ સાસુ વહુના સંબંધમાં ઝઘડો થવો એ સામાન્ય વાત છે. પરંતુ આ નાની નાની ખેંચતાણ અથવા નાનો નાનો ઝઘડો ક્યારેક રૂદ્ર સ્વરૂપ ધારણ કરી લેતો હોય છે. જેને લઈને ક્યારેક મારપિટ સુધી પણ આવી જતા હોય છે. એવું જ અહી સુરતના ડીંડોલી વિસ્તારમાં બનાવ બન્યો છે.

આ પણ વાંચો: સુરતનો યુવા પોતાના શોખ પુરા કરવા ચોરીના રવાડે ચડ્યો, વેસુ પોલીસે ઝડપી પાડ્યો

Back to top button