ટોપ ન્યૂઝનેશનલ

ભારતમાં Emergency ના 48 વર્ષ : PM મોદીએ ઈમરજન્સીનો વિરોધ કરનારાઓને શ્રદ્ધાંજલિ આપી

Text To Speech
  • Tweet કરીને દેશના ઈતિહાસનો અવિસ્મરણીય દિવસ ગણાવ્યો
  • ભાજપ અધ્યક્ષે પણ અવસરે ગાંધી પરીવારને આડે હાથ લીધું
  • એક પરિવારના તાનશાહી વલણથી દેશમાં લોકશાહીની હત્યા થઈ

દેશમાં ઇમરજન્સી લાગુ થયાને 48 વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે વડાપ્રધાને ઈમરજન્સીનો વિરોધ કરનારાઓને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, ‘હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જેમણે ઈમરજન્સીનો વિરોધ કર્યો અને દેશમાં લોકશાહીની ભાવનાને મજબૂત કરવા માટે કામ કર્યું. ઈમરજન્સી આપણા દેશના ઈતિહાસનો એક અવિસ્મરણીય સમય છે, જે સંવિધાનના મૂલ્યોની સંપૂર્ણપણે વિરુદ્ધ છે. જણાવી દઈએ કે પીએમ મોદી હાલમાં ઈજિપ્તના પ્રવાસે છે.

ભાજપ અધ્યક્ષે પણ ગાંધી પરિવારને ઘેર્યો હતો

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ ઈમરજન્સીને યાદ કરીને ટ્વિટ કર્યું છે. ટ્વીટમાં નડ્ડાએ લખ્યું કે, ’25 જૂન, 1975ના રોજ એક પરિવારે તેના તાનાશાહી વલણને કારણે દેશની મહાન લોકશાહીની હત્યા કરી અને ઈમરજન્સી જેવું કલંક લગાવ્યું. જેની નિર્દયતાએ સેંકડો વર્ષના વિદેશી શાસનના જુલમને પણ પાછળ છોડી દીધા. આવા મુશ્કેલ સમયમાં અપાર યાતનાઓ સહન કરીને લોકશાહીની સ્થાપના માટે સંઘર્ષ કરનારા તમામ દેશભક્તોને હું નમન કરું છું.

કેન્દ્રીય મંત્રીએ પણ કર્યા પ્રહારો

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઈમરજન્સીના મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે ‘કોંગ્રેસ પાર્ટીએ 1975માં દેશમાં ઈમરજન્સી લાદી હતી. કોંગ્રેસ પાર્ટીએ દેશના નાગરિકોના કુટુંબ રાખવાના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે. દેશમાં બંધારણને સસ્પેન્ડ કરવાના વિરોધમાં આજનો દિવસ કાળો દિવસ તરીકે મનાવવામાં આવે છે. આજના યુવાનોએ પણ યાદ રાખવું જોઈએ કે કોંગ્રેસ દેશ માટે કેટલી ખતરનાક છે.

શું છે ઇમરજન્સીનો ઇતિહાસ ?

તમને જણાવી દઈએ કે 25 જૂન, 1975ના રોજ ઈન્દિરા ગાંધીની સરકાર દ્વારા દેશમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. આ કટોકટી 21 મહિના એટલે કે 21 માર્ચ 1977 સુધી ચાલી હતી. ઈન્દિરા ગાંધીએ બંધારણની કલમ 352 હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને દેશમાં ઈમરજન્સી લાદી હતી.

Back to top button