- ધરોઈ ડેમની 622 ફૂટ સપાટી સામે વર્તમાન સપાટી 608.42 ફૂટ
- ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી માત્ર 504 ક્યૂસેક
- ડુંગરમાળાઓમાં વ્યાપક વરસાદ નહીં થાય તો પાણીની આવક બંધ થઈ જશે
ઉત્તર ગુજરાતની જીવાદોરી મનાતી ધરોઈ સિંચાઈ યોજનામાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાઈ રહ્યો છે અને હેઠવાસમાં છોડવામાં આવતાં 50 ક્યૂસેક પાણીને પણ બંધ કરી દેવામાં આવ્યું છે. પાણી સંગ્રહ કરવાની મહત્તમ સપાટી 622 ફૂટ સામે વર્તમાન સમયે પાણીની સપાટી 608.42 ફૂટે પહોંચી છે.
આ પણ વાંચો: ગુજરાતના આ જિલ્લાના ખેડૂતો માટે બિપોરજોય વાવાઝોડામાં પડેલો વરસાદ ફાયદાકારક
વરસાદી પાણીની આવકમાં ઘટાડો થયો
દિનપ્રતિદિન ઉપરવાસમાંથી થતી વરસાદી પાણીની આવકમાં ઘટાડો થતાં હાલમાં માત્ર 504 ક્યૂસેક પાણીની જ આવક થઈ રહી છે. આગામી દિવસોમાં અરવલ્લી જિલ્લાની ડુંગરમાળાઓમાં વ્યાપક વરસાદ નહીં થાય તો પાણીની આવક બંધ થઈ જશે. ધરોઈ ડેમ સાઈટનાં સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર ધરોઈ જળાશયમાં પાણીની ગ્રોસ સ્ટોરેજ ક્ષમતા 813.14 મિલિયન ઘનમીટર છે.
આ પણ વાંચો: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 111 તાલુકામાં વરસાદ, જાણો ક્યા કેટલો ખાબક્યો મેઘો
ચક્રવાતથી વરસેલા વરસાદના કારણે પાણીની આવક ચાલુ રહી
આ ક્ષમતા સામે વર્તમાન સમયે ધરોઈ ડેમમાં એકત્રિત થયેલા પાણીનો જથ્થો 441.82 મિલિયન ઘનમીટર છે. જયારે પાણીનો જીવંત જથ્થો 374.31 મિલિયન ઘનમીટર છે. ધરોઈ જળાશયમાં વર્તમાન સમયે પાણીનો જથ્થો ક્ષમતાની સાપેક્ષમાં 54.33 ટકા એકત્રિત થયો છે. જો કે, હજુ સુધી ચોમાસનું વિધિવત આગમન થયું નથી, તેમ છતાં પણ બિપોરજોય ચક્રવાતથી વરસેલા વરસાદના કારણે પાણીની આવક ચાલુ રહી છે.