- ખેડૂતો બીટી કપાસમાં નિંદામણની કામગીરીમાં જોતરાયા
- જિલ્લામાં 3 હજાર હેક્ટર વિસ્તારમાં ખરીફ ખેતીની વાવણી પૂર્ણ
- વાવાઝોડામાં પડેલો ભારે વરસાદમાં ખેડૂતો માટે લાભકારક
ગુજરાતના પાટણ જિલ્લામાં જૂન મહિનાની મધ્યમમાં આવેલા બિપોરજોય વાવાઝોડાએ અનેક વિસ્તારોમાં કહેર વર્તાવ્યો હતો. ત્યારે આ વાવાઝોડામાં પડેલો ભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં ખેડૂતો માટે લાભકારક સાબિત થઈ રહ્યો છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં બેથી ત્રણ હજાર હેકટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થઈ ગયું છે.
આ પણ વાંચો: અમદાવાદ: સરકારી કેન્સર હોસ્પિટલમાં અતિ આધુનિક ગેજેટ્સથી દર્દીઓની થશે સંભાળ
જિલ્લામાં 3 હજાર હેક્ટર વિસ્તારમાં ખરીફ ખેતીની વાવણી પૂર્ણ
પાટણ, ચાણસ્મા, હારીજ, સરસ્વતી અને સિદ્ધપુર જેવા તાલુકઓમાં રેતાળ જમીન હોવાના કારણે પાણી ઝડપથી શોષાઈ જતા હોવાથી ખેડૂતોએ આ તાલુકાઓમાં વાવણી શરૂ કરી દીધી છે. જ્યારે અન્ય તાલુકાઓમાં પણ વરાપ થતાં ખેડૂતો દ્વારા વાવણી શરૂ કરવામાં આવનાર છે. તો બીજી તરફ બીટી કપાસનું વાવેતર કરતાં ખેડૂતો માટે પણ આ વરસાદ લાભકારક સાબિત થઈ રહ્યો છે.
આ પણ વાંચો: કલોલમાં કોલેરા રોગને કાબુમાં લેવા તંત્રને અમિત શાહે કરી તાકીદ
ખેડૂતો બીટી કપાસમાં નિંદામણની કામગીરીમાં જોતરાયા
જો વરસાદ ન આવ્યો હોત તો ખેડૂતોને મોંઘા ભાવના બોરના પાણીથી પિયત કરવી પડી હોય પરંતુ વાવાઝોડાના પગલે સારો એવો વરસાદ વરસતા ખેડૂતોને બીટી કપાસ માટે બે પાણી ઓછા જોશે તેમ ખેડૂતો દ્વારા જાણવા મળી રહ્યું છે. હાલમાં વરસાદ બાદ ખેતરોમાં વિવિધ પાકોના વાવેતર માટે યોગ્ય સમયગાળો હોઈ ખેડૂતો દ્વારા અડદ, મગ, જુવાર, ઘાસચારો જેવા પાકોના વાવેતરના શ્રી ગણેશ કરી દીધા છે. ત્યારે હાલમાં બાલીસણા પંથકના ખેડૂતો બીટી કપાસમાં નિંદામણની કામગીરીમાં જોતરાયા હોવાનું જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદના જવેલર્સને લૂંટનારાઓનો થયો પર્દાફાશ, 3 આરોપી ઝડપાયા
ખેડૂતો દ્વારા ચોમાસુ પાકોના વાવેતર કરી દીધા છે
પાટણ જિલ્લામાં 15 અને 16 જૂનના સમયગાળામાં આવેલા બિપોરજોય વાવાઝોડાના પગલે ભારે વાવાઝોડુ સાથે વરસાદ વરસતા જિલ્લાના તમામ તાલુકઓમાં વાવણી લાયક વરસાદ વરસ્યો હતો. ત્યારે જે અંતર્ગત જિલ્લામાં અત્યાર સુધીમાં બેથી ત્રણ હજાર હેકટર કરતા પણ વધુ વિસ્તારમાં ખેડૂતો દ્વારા ચોમાસુ પાકોના વાવેતર કરી દીધા છે.