દાંબુલામાં રમાયેલી પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતીય મહિલા ટીમે મોટી જીત નોંધાવી હતી. ટીમ ઈન્ડિયાએ યજમાન શ્રીલંકાને 34 રને હરાવી ત્રણ મેચની T20I શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયા આ મેચમાં મોટો સ્કોર કરી શકી ન હતી, પરંતુ તેમ છતાં સારી બોલિંગના દમ પર ટીમે 34 રનથી જીત મેળવી હતી. આખી ઓવર રમ્યા બાદ પણ યજમાન ટીમ 104 રન જ બનાવી શકી હતી.
આ મેચમાં ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ભારતને સારી શરૂઆત મળી ન હતી. ટીમે 17 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારપછી હરમનપ્રીત કૌરે શેફાલી વર્મા સાથે ઈનિંગની કમાન સંભાળી હતી, પરંતુ વિકેટ પડવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 138 રન બનાવ્યા હતા, જેમાં જેમિમા રોડ્રિગ્સે અણનમ 36 રન બનાવ્યા હતા.
તે જ સમયે, 139 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમને પણ સારી શરૂઆત મળી ન હતી, કારણ કે પ્રથમ વિકેટ 1 રનના વ્યક્તિગત સ્કોર પર પડી હતી. ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી અને ટીમ 20 ઓવર રમ્યા બાદ 5 વિકેટ ગુમાવીને પણ 104 રન બનાવી શકી હતી અને 34 રનથી મેચ હારી ગઈ હતી. ભારત તરફથી રાધા યાદવે 2 વિકેટ લીધી હતી. શ્રીલંકા તરફથી કવિષ્કા દિલહારીએ અણનમ 47 રન બનાવ્યા હતા.