ચોમાસાનું કાઉન્ટડાઉન શરુ, અહીં પડશે ધોધમાર વરસાદ
HD ન્યુઝ ડેસ્કઃ આ વખતે ચોમાસુ 15 દિવસ મોડુ છે. પણ હવે ધીરે ધીરે ચોમાસું મુંબઈથી આગળ વધ્યું છે. ગુજરાતમાં વરસાદનું આગમન થાય તે પહેલા જ ચોમાસાએ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં પોતાનો ડેરો જમાવી દીધો છે. રાજ્યના ઉતર ભાગ તથા દક્ષિણ ભાગમા ચોમાસાએ જોરદાર બેટીંગ કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13 જીલ્લામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધારે દાહોદ જીલ્લામાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. પંચમહાલમાં પણ 3 ઈંચ વરસાદ નોંધાયો છે.
જાણો વરસાદનું સ્ટેટસઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજ થી 30 જૂન સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં આગામી 48 કલાકમાં ચોમાસું વિધીવત રીતે ગુજરાતનાં આગણે પહોંચશે. આગામી 5 દિવસ દાહોદ, ગોધરા, પંચમહાલ , છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદમાં મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજકોટની આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે થી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે.
ખેડુતો માટે સારા સમાચારઃ આખરે હવે જ્યારે વરસાદ ગુજરાતને દસ્તક દેવાનું છે ત્યારે ખેડુતોમાં પણ આંનદની લાગણી છવાઈ ગઈ છે. ઘણા બધા ખેડુતોએ વાવણી કરી નાખી છે તેમના માટે વરસાદ આવે એ હવે ખુબ જરુરી છે. ભારતીય હવામાન વિભાગે આ વખતે ચોમાસું ગુજરાતમાં સામાન્ય રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.
આ પણ વાંચોઃ ગોધરામાં અવિરત વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણી ભરાયા, તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખૂલી