“મસ્જિદમાં ઘૂસીને સેનાએ મુસ્લિમો પાસે લગાવડાવ્યા ‘જય શ્રી રામ’ના નારા”: મહેબૂબા મુફ્તી
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી ચીફ મહેબૂબી મુફ્તીએ સેના પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે ટ્વીટ કર્યું, “પુલવામાની એક મસ્જિદમાં 50 આરઆર જવાનો ઘૂસી ગયા અને મુસ્લિમોને ‘જય શ્રી રામ’ બોલવા માટે મજબૂર કર્યાના સમાચાર સાંભળીને મને આઘાત લાગ્યો. આ ત્યારે થયું જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અહીં હાજર હતા. આ બધુ અમરનાથ યાત્રા પહેલા જ કરવામાં આવ્યુ. આ માત્ર લોકોને ઉશ્કેરવાનું કાર્ય કરાયુ છે.
મહેબૂબા મુફ્તીએ આ પગલાંને ઉશ્કેરણીનું કૃત્ય ગણાવ્યું હતું અને ચિનાર કોર્પ્સના કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈને તપાસ શરૂ કરવા વિનંતી કરી હતી. લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈને ટેગ કરતાં મુફ્તીએ કહ્યું કે, આની તાત્કાલિક તપાસ થવી જોઈએ.
Shocked to hear about army troops from 50 RR storming into a mosque at Pulwama & forcing muslims inside to chant ‘Jai Shree Ram’. Such a move when @AmitShah is here & that too ahead of yatra is simply an act of provocation. Request @RgGhai to immediately set up a probe.
— Mehbooba Mufti (@MehboobaMufti) June 24, 2023
આ પણ વાંચો: વિદેશ મંત્રી એસ જયશંકરે કરી મોટી જાહેરાત, આવી રહ્યુ છે પાસપોર્ટ સેવા કાર્યક્રમનું 2.0 વર્ઝન