ગુજરાત

પાલનપુરના ચિત્રાસણી પાસેના વોટરપાર્કમાં હંગામો મચ્યો

Text To Speech

પાલનપુર તાલુકાના ચિત્રાસણી પાસે આવેલા એક ખાનગી વોટરપાર્કમાં ગુરુવારે પર્યટકો અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે બોલાચાલી બાદ ભારે હંગામો મચી ગયો હતો. રિસોર્ટમાં લાઈટનો હોવાના મુદ્દે આ હંગામો મચ્યો હોવાનું કારણ જાણવા મળ્યું છે.

લાઈટ જતા રોષે ભરાયા પર્યટકો

સાડા ત્રણ કલાક લાઈટ જતી રહેતા પર્યટકો રોષે ભરાયા હતા
અત્યારે ગરમી ટોચ ઉપર છે. વરસાદ હજુ વધુ રાહ જોવડાવી રહ્યો છે. ત્યારે પર્યટકો નજીકના રિસોર્ટમાં જઈને ઠંડક મેળવવાનો પ્રયાસ કરે છે. જેમાં પાલનપુર તાલુકાના ચિત્રાસણી નજીક આવેલા એક ખાનગી રિસોર્ટમાં લાઈટ ના હોવાથી પર્યટકો રોષે ભરાયા હતા. અને પર્યટકો તેમજ રિસોર્ટના સિક્યોરિટી ગાર્ડ વચ્ચે આ મુદ્દાને લઈને બોલાચાલી બાદ ભારે હંગામો મચી ગયો હતો. જેના પગલે મોટી સંખ્યામાં પર્યટકો એકઠા થઇ ગયા હતા. જેમાં પર્યટકો દ્વારા સંચાલકો પાસે પૈસા પરત આપવાની વાત કરીને હોબાળો મચાવ્યો હતો.
આ અંગે જાણવા મળ્યું હતું કે, રાજસ્થાનનું કોઈ ગ્રુપ રિસોર્ટમાં આવ્યું હતું. અને સાડા ત્રણ કલાક સુધી રિસોર્ટમાં લાઈટ ના આવતા પર્યટકોના આનંદમાં ખલેલ પડતા રોષે ભરાયા હતા.

Back to top button