ગુજરાત

રાજકોટના પરિવારને તુટતો બચાવ્યો, અભયમ મહિલા હેલ્પલાઈન આવી મદદે

  • મહિલાઓની રક્ષા કાજે અવિરત કાર્યરત ૧૮૧ મહિલા હેલ્પલાઈન નંબર રાજકોટ તાલુકાના કુવાડવા ગામની એક મહિલાનું પતિ સાથે સુખદ સમાધાન કરાવી મહિલા અને તેના પરિવાર માટે આશીર્વાદરૂપ બની.

રાજકોટના કુવાડવા ગામે એક પરિવારમાં ઘણાં સમયથી પતિ-પત્ની વચ્ચે નાના મોટા ઝગડાઓ ચાલતાં હતા. કાઉન્સેલર ચંદ્રિકાબેનના જણાવ્યાનુસાર, મોરબી જિલ્લાના વતની એવા પીડિતાનાં સમાજનાં રીતિ-રિવાજ મુજબ ૧૦ વર્ષ પહેલાં લગ્ન થયા હતા. મહિલાને સંતાનમાં ૨ દિકરી અને ૧ દીકરો છે. ઝગડાનું મુળ કારણ પતિ કંઈ કામ ધંધો ન કરતા હતા અને પત્નીને પણ કંઈ કામ કરવાની પરમિશન નતા આપતાં. જો પત્ની કામ કરવા જવાનું કે તો પતિ તેને માર મારતા હતા. આ ઉપરાંત પતિ દારુનાં નશામાં કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર બાળકોની હાજરીમાં શારીરિક સંબંધ માટે મજબુર કરતો હતો. આવામાં પત્ની પતિના ત્રાસથી કંટાળી ગઈ હતી ત્યારે રાજકોટના કુવાડવા ગામથી મદદ માટે કોલ આવતા “૧૮૧ અભયમ” ટીમના કાઉન્સેલર ચંદ્રિકાબેન મકવાણા, મહિલા કોન્સ્ટેબલ રિંકલબેન મોલિયા અને પાયલોટ કૌશિકભાઈ સહિતની ટીમ મહિલાની મદદ માટે સત્વરે દોડી ગયા હતા.

રાજકોટના પરિવારને તુટતો બચાવ્યો, અભયમ મહિલા હેલ્પલાઈન આવી મદદે

પતિ તેની પત્નીને કોઈ પણ માંદગીના સમયે પણ તે દવાખાને સાથે નતો જતો. ઘરનું ગુજરાન ચલાવવા પીડિતા પોતે બહાર કામે જવાનું કહે તો પણ પતિ તેને ના પાડતો હતો અને તેને માર મારતો હતો. પીડિતાની દીકરી પણ મોટી થઈ ગઈ હોવાથી બધું જ સમજે છે છતાં તેમના પતિ દારૂનાં નશામાં કોઈ પણ જાતની શેહશરમ વિના બાળકોની હાજરીમાં જ શારીરિક સંબંધ માટે મજબૂર કરતા હતા. પીડિતા તેના સાસુ સસરાને આ બાબતે કંઈ કહે તો સાસુને પણ મારવા લાગતા હતા. તેઓના સસરા કડિયા કામ કરીને ઘર ચલાવી રહ્યા છે. પીડિતાથી આ ત્રાસ સહન થતો ન હોવાથી કંટાળીને હારી જઈને “૧૮૧” ની ટીમને મદદ માટે કોલ કર્યો હતો.

૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ટીમે પરિવારને તુટતો બચાવ્યો

રાજકોટના પરિવારને તુટતો બચાવ્યો, અભયમ મહિલા હેલ્પલાઈન આવી મદદે

પીડિતાનાં કાઉન્સેલિંગ બાદ પીડિતાના પતિને સમજાવીને પત્ની સાથે જબરદસ્તી ના કરી પ્રેમપૂર્વક વ્યવહાર કરવા તથા નાનું મોટું જે કામ મળે તે સ્વીકારી કામે લાગી જવા સમજાવ્યા હતા. દારૂની આદત છોડાવવા માટે “નશા મુક્તિ કેન્દ્ર”ની મદદ લેવા તથા માતા, પિતા, બહેન, પત્ની, બાળકો કે કોઈ પણ વ્યક્તિની સામે અપશબ્દો ન બોલવા સમજાવ્યા હતા. રાજકોટ “૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન” ટીમના પ્રયાસોથી પિડિતાનો પતિ આખરે માની ગયો હતો. અપાર પસ્તાવાની સાથે પતિ રડી પડ્યો હતો અને તેની પત્નીની માફી માંગી હતી. પતિને રડતાં જોઈ પત્ની પણ રડવા લાગી હતી. બંને પતિ-પત્નીનું સુખદ સમાધાન કરવા બદલ પતિ પત્ની સહ પરિવારજનોએ ૧૮૧ મહિલા અભયમ સેવાને બિરદાવી ટીમ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી આભાર માન્યો હતો.

આ પણ વાંચો: રુપિયા ડબલ કરવાની લાલચ આપી યુપી, ગુજરાતના લોકો સાથે 33.51 લાખની છેતરપિંડી

Back to top button