અમદાવાદગુજરાત

રુપિયા ડબલ કરવાની લાલચ આપી યુપી, ગુજરાતના લોકો સાથે 33.51 લાખની છેતરપિંડી

  • ગાંધીનગર સીઈડી ક્રાઇમમાં ફરીદાબાદના બે ગઠિયા સામે ગુનો દાખલ.
  • અમદાવાદની હોટેલમાં બોલાવીને વર્ષમાં રૂપિયા ડબલ કરવાની લાલચ અપાઈ.

ઉત્તર પ્રદેશના ફરીદાબાદના બંને શખ્સે ગાજિયાબાદની એક વ્યક્તિ અને અમદાવાદના કેટલાક લોકો સાથે કુલ રૂ.33,51,788ની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સીઆઈડી ક્રાઈમમાં નોંધાઈ છે. બર્ગરવાલા કંપનીના નામે ગાજિયાબાદના શખ્સને અમદાવાદની હોટેલમાં બોલાવીને એક વર્ષમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપીને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવ્યું હતું. બાદમાં એક પણ વ્યક્તિને એક પણ રૂપિયો આપ્યા વિના ફરીદાબાદના બે શખ્સે રૂ.33.51 લાખ રુપિયાની છેતરપિંડી કરી ફરાર થઈ ગયા હતા.

સીઆઈડી ક્રાઈમે શખ્સોના વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

આ મામલે સીઆઈડી ક્રાઈમે બંને શખ્સોના વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાનું કહીને લાખો રૂપિયાની છેતરપિંડી કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. ઊંચું વળતર મળશે તેમ કહીને કંપનીમાં રોકાણ કરવાની લાલચ આપીને ફરીદાબાદના બંને શખ્સ રજતસિંહ યાદવ અને રણધીરસિંહ શરૂઆતમાં ગાજિયાબાદના સચિન શર્મા પાસેથી કુલ 5,50,00 બર્ગરવાલા કંપનીની એક AANNA નામની ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવ્યા હતા.

રુપિયા ડબલ કરવાની લાલચ આપી યુપી, ગુજરાતના લોકો સાથે 33.51 લાખની છેતરપિંડી

છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં યુવકે ફરિયાદ નોંધાવી

ત્યાર બાદ એક વર્ષ બાદ વળતર નહિ આપતા સમગ્ર મામલે ગાજિયાબાદનો વ્યક્તિએ અમદાવાદ આવ્યો હતો અને જે હોટેલમાં મીટિંગ થઈ હતી. તે મીટિંગમાં તપાસ કરી હતી તો બંને વ્યક્તિઓ હોટેલમાંથી નીકળી ગયા હતા. આથી નક્કી થઈ ગયું હતું કે, તેની સાથે છેતરપિંડી થઈ છે. બાદમાં ફરિયાદી જેમના સંપર્કથી રજતસિંહ યાદવ અને રણધીરસિંહને મળ્યો હતો તેવા કર્નલને પણ મળ્યો હતો. બાદમાં સામે આવ્યું હતું કે, તેમની સાથે આ જ પ્રકારે છેતરપિંડી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ભારતના 700 વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરનાર ઈમિગ્રેશન એજન્ટ બ્રિજેશ મિશ્રાની કેનેડાથી ધરપકડ

ઉપરાંત શહેરના બીજા કેટલાક લોકો પણ આ બંને રજતસિંહ અને રણધીરસિંહનો શિકાર બની ગયા હોવાનું સામે આવ્યું હતું, જેથી અન્ય લોકોએ સાક્ષીમાં પોતાનાં નિવેદનો નોંધાવ્યાં હતાં અને ઉતરપ્રદેશના ગાજિયાબાદમાં રહેતા 49 વર્ષીય સચિન શર્માએ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમમાં રજતસિંહ યાદવ અને રણધીરસિંહ કે જે ફરીદાબાદના રહેવાસી છે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: ગૃહપ્રવેશમાં જવાની રજા ન મળતા ડેપ્યુટી કલેક્ટર નિશા બાંગરેએ ધરી દીધું રાજીનામું

Back to top button