ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસામાં હડકાઈ બનેલી ગાય એ ચારને અડફેટે લેતા ઈજાઓ

Text To Speech

પાલનપુર: ડીસા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે. જેમાં ગત મોડી રાત્રે વિરેન પાર્ક સોસાયટીમાં પણ એક ગાય હડકાઈ થઈ અડફેટે લેતા એક બાળકી સહિત ચાર લોકોને ઇજા પહોંચી હતી. ત્રણ દિવસમાં જ રખડતા ઢોરોની અડફેટે આવતા કુલ આઠ લોકો ઈજાગ્રત થતા પાલિકા સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

ડીસામાં ગાયોના ત્રાસથી નગરજનો અસુરક્ષિત

ડીસામાં રખડતા પશુઓની સમસ્યાથી લોકો ત્રસ્ત બની ગયા છે અને હવે તો રખડતા ઢોરો વારંવાર લોકોને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગઈકાલે મોડી રાત્રે વિરેન પાર્ક સોસાયટીમાં પણ એક ગાય હડકાઇ થતાં અફડા તફડી મચી હતી, તેમજ બેકાબુ બનેલી ગાયે એક બાળકી સહિત ચાર લોકોને અડફેટે લઈ ઈજાઓ પહોંચાડી હતી.

ગાયોના ત્રાસ-humdekhengenews

ઘટનાને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવની જાણ થતા જ સ્થાનિક નગરસેવક વિજયભાઈ દવે અને મહિલા સદસ્યના પતિ મોતીભાઈ પ્રજાપતિ બનાવ સ્થળે પહોંચ્યા હતા.

જોકે સ્થાનિક તંત્રથી રોષે ભરાયેલા લોકોએ બાદમાં ડીસાના ધારાસભ્યને ફોન કરતા મોડે મોડે જલિયાણ ગૌશાળાની એમ્બ્યુલન્સ વીરેન પાર્ક ખાતે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી ભારે જેમ જ ઉઠાવી બેકાબુ ગાયને બાંધી પાંજરે પુરી હતી. હડકાઈ ગાયને પાંજરે પૂરા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે સતત ગાયોના આતંકથી નગરજનોમાં ભય ફેલાયો હતો અને અસુરક્ષીત હોવાનો મહેસુસ કરી રહ્યા હતા.

આ પણ વાંચો :બનાસકાંઠા: ડીસાના પેછડાલ ગામે મામલતદાર એ ટ્રેકટરમાં બેસી તારાજીનું કર્યું નિરીક્ષણ

Back to top button