ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસાના પેછડાલ ગામે મામલતદાર એ ટ્રેકટરમાં બેસી તારાજીનું કર્યું નિરીક્ષણ

Text To Speech

પંકજ સોનેજી/પાલનપુર: બિપરજોય વાવાઝોડાને પગલે અનેક જગ્યાએ ભારે તારાજી સર્જાઈ છે, ત્યારે ડીસા તાલુકાના પેછડાલ ગામે હજુ પણ કેટલાય પરિવારોના ખેતરો અને ઘર પાણીમાં ડૂબેલા હોવાથી શનિવારે ડીસાના મામલતદાર સહિત અધિકારીઓની ટીમ ટ્રેક્ટરમાં બેસી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને પાણી નિકાલ માટેના કાયમી વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી.

વાવાઝોડાના કારણે ડીસા પંથકમાં ભારે નુકસાન થયું છે. ખાસ કરીને પેછડાલ ગામ આજુબાજુ ધોધમાર વરસાદના કારણે ખેતરો અને ઘર બેટમાં ફેરવાઈ ગયા છે, અને એક અઠવાડિયા બાદ પણ ખેતર કે ઘરમાંથી પાણી ઓછું થયું નથી. ત્યારે પેછડાલથી રામસણ જવાના માર્ગ પર આવેલા કેટલાય પરિવારોના ઘર અને ખેતર પાણીમાં ડૂબેલા છે. જેની રજૂઆતને પગલે શનિવારએ ડીસાના મામલતદાર ડૉ. કિશનદાન ગઢવી સહિત અધિકારીઓની ટીમ સ્થળ નિરીક્ષણ માટે પહોંચી હતી, પરંતુ ત્યાં રસ્તામાં જ ચારથી પાંચ ફૂટ પાણી ભરાયેલું હોવાથી મામલતદાર સહિતના અધિકારીઓની ટીમ ટ્રેક્ટરમાં બેસી અસરગ્રસ્ત ખેતરો અને ઘરની પરિસ્થિતિ જોઈ હતી.

પાણી ભરાયેલ વિસ્તારોની પરિસ્થિતિ જોયા બાદ ત્યાં પાણીના નિકાલ માટે કેટલાક ખેતરોના પાળાઓ તોડવા પડે તેવી સ્થિતિ છે અને જો તોડવામાં પાળાઓ આવે તો બીજા ખેતરોને પણ નુકસાન થઈ શકે તેમ છે. જેથી હવે તંત્રએ ત્યાં ભવિષ્યમાં આવી કોઈ સ્થિતિ ન બને અને ખેડૂતોના ખેતર કે ઘરોમાં પાણી ન ભરાય તે માટે કાયમી ઉકેલ માટે પાઇપલાઇન નાખવાની દરખાસ્તનું આયોજન કર્યું છે. જે ગ્રામ પંચાયત દ્વારા વિગતવાર દરખાસ્ત સિંચાઈ વિભાગને મોકલી ઝડપી પાઇપલાઇન નાખવા માટેની કાર્યવાહી કરવાની અધિકારીઓએ ખાત્રી આપી હતી.

આ પણ વાંચો :Nubia Neo 5G ગેમિંગ સ્માર્ટફોન લોન્ચ, જાણો તેના ફિચર્સ અને કિંમત

Back to top button