સાયન્સ એન્ડ ટેકનોલોજી

Nubia Neo 5G ગેમિંગ સ્માર્ટફોન લોન્ચ, જાણો તેના ફિચર્સ અને કિંમત

Text To Speech
  • Nubia Neo 5G ગેમિંગ ફોન લૉન્ચ થયો.
  • Nubia Neo 5G ગેમિંગ ફોનમાં 120Hz ડિસ્પ્લે અને 50MP ડ્યુઅલ રિયર કેમેરા છે.

Nubia Neo 5G: Nubia એ તેનો નવો મિડ-રેન્જ ગેમિંગ ફોન Nubia Neo 5G થાઈલેન્ડમાં લોન્ચ કર્યો છે. Nubia Neo 5G એક શાનદાર ઉપકરણ છે અને તેને Unisoc T820 પ્રોસેસર સાથે રજૂ કરવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 4500mAh બેટરી, 256GB સ્ટોરેજ અને 50MP રિયર કેમેરા જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

Nubia Neo 5G ગેમિંગ સ્માર્ટફોન લોન્ચ, જાણો તેના ફિચર્સ અને કિંમત

  • ચાલો નવા નુબિયા સ્માર્ટફોનની કિંમત, ફીચર્સ અને વિશિષ્ટતાઓ વિશે જાણીએ

Nubia Neo 5G specifications

Nubia Neo 5Gમાં 6.6-ઇંચની ISP LCD ડિસ્પ્લે છે જે વોટરડ્રોપ નોચની સાથે આવે છે. સ્ક્રીન ફૂલએચડી+ રિઝોલ્યુશન (2408 x 1080 પિક્સેલ્સ) આપે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 Hz છે. હેન્ડસેટમાં 6nm Unisoc T820 ચિપસેટ છે જે 2.7GHz સુધીના પ્રોસેસર પર ચાલે છે. ફોનમાં 8 GB RAM સાથે 8 GB વર્ચ્યુઅલ રેમનો વિકલ્પ છે. હેન્ડસેટમાં 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ છે જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે.

  • નુબિયાના આ મિડ-રેન્જ ગેમિંગ ફોનમાં 4500mAh બેટરી છે જે 22.5W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ડિવાઈસ એન્ડ્રોઈડ 13 ઓપરેટિંગ સિસ્ટમ સાથે આવે છે.

Nubia Neo 5G ગેમિંગ સ્માર્ટફોન લોન્ચ, જાણો તેના ફિચર્સ અને કિંમત

Nubia Neo 5Gમાં 50 મેગાપિક્સલ પ્રાઈમરી અને 2 મેગાપિક્સલ સેન્સર સાથે ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. આ Nubia ફોનમાં કનેક્ટિવિટી માટે Wi-Fi, Bluetooth 5.0, Dual SIM, GPS, NFC, USB Type-C પોર્ટ, microSD કાર્ડ સ્લોટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ઉપકરણના પરિમાણો 163.7 x 75.0 x 7.98mm છે.

Nubia Neo 5G કિંમત

ZTE ના ઓનલાઈન સ્ટોર Lazada અને Shopee પર Nubia Neo 5G માટે પ્રી-ઓર્ડર શરૂ થઈ ગયા છે. ઉપકરણ 6,999 THB (આશરે રૂ. 16,300) માં ખરીદવા માટે ઉપલબ્ધ છે. ફોનને ફેન્ટમ બ્લેક અને વોર-ડેમેજ્ડ યલો કલર વેરિઅન્ટમાં લઈ શકાય છે.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારે વીજદરમાં કર્યા ફેરફાર ; દિવસે વીજળી સસ્તી તો રાત્રે મોંઘી 

Back to top button