ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસામાં યોજાયો ફ્રી મેગા મેડિકલ કેમ્પ

Text To Speech

પાલનપુર: રોટરી ક્લબ ડીવાઈન ડીસા અને નીમ્સ હોસ્પિટલ ના સહયોગથી ફ્રી મેગા મેડિકલ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ન્યુરોફિઝિશિયન, કાર્ડિયાક સર્જરી,ગેસ્ટ્રો ફિઝિશિયન, રેડિયોલોજી, નેફ્રોલોજી‌ના સ્પેશિયાલિસ્ટ હાજર રહ્યા હતા. જેમને આ નિદાન કેમ્પમાં પોતાની સેવા આપી હતી.

મેડિકલ કેમ્પ-humdekhengenews

જેમાં 165 દર્દીઓએ આ નિદાન કેમ્પનો લાભ લીધો હતો. જેમાં નીમ્સ હોસ્પિટલ ના ડાયરેક્ટર ડો.પાર્થ વ્યાસ નો ખૂબ જ સહકાર મળ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં પ્રમુખ ડૉ.બિનલબેન માળી ,મંત્રી હિનલબેન અગ્રવાલ, પ્રોજેક્ટ ચેરમેન ગીતાબેન વ્યાસ, ડૉ. અવનીબેન ઠક્કર અને કાંતાબેન પટેલ, પ્રવીણભાઈ વ્યાસ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :ગાંધીનગરમાં 100 કરોડના ખર્ચે બનશે નવું સચિવાલય, જાણો શું છે આયોજન

Back to top button