Anxiety-Depressionથી બચાવશે કેટલીક આદતોઃ રોજ કરો ફોલો
- એન્ગ્ઝાઇટી અને સ્ટ્રેસ આગળ જતા ડિપ્રેશનનું રૂપ લે છે
- થોડા થોડા સમયે આપણી આદતોમાં પરિવર્તન લાવવુ જોઇએ
- જવાબદારીઓ અને અપેક્ષાઓની વચ્ચે ખુદની અવગણના ન કરો
કામનો તણાવ અને ઘણી વખત આસપાસનો માહોલ વ્યક્તિમાં એન્ગ્ઝાઇટી અને સ્ટ્રેસ વધારી દે છે. આ બાબતોને પહેલા લોકો હળવાશથી લે છે, પછી આ આદતો આગળ જતા ડિપ્રેશનનું રૂપ લઇ લે છે. જરૂરી છે કે થોડા થોડા સમયે આપણી આદતોમાં પરિવર્તન લાવવુ જોઇએ. જેથી કરીને સ્ટ્રેસ અને એન્ગઝાઇટી ઘટાડી શકાય. રોજિંદી જીંદગીમાં આ પ્રકારના પરિવર્તનો અને આદતો અપનાવીને તમને માનસિક શાંતિ મળે છે. તણાવ ઘટે છે. કેટલીક આદતો અપનાવો અને સ્ટ્રેસ બહાર કાઢવામાં મદદ કરો.
ખુદની દેખભાળ કરો
ઘર અને પરિવારની જવાબદારીઓ અને અપેક્ષાઓની વચ્ચે ખુદની અવગણના ન કરો. સેલ્ફ કેર ઇમોશનલી અને મેન્ટલી હેલ્ધી રહેવા માટે જરૂરી છે. એવી એક્ટિવિટીઝમાં સામેલ થાવ જે તમને માનસિક શાંતિ આપે. મેડિટેશન, બ્રીથિંગ એક્સર્સાઇઝ, વોકિંગ કે પછી કોઇ હોબી જે કરવાથી તમને ખુશી મળે. તે તમારા સ્ટ્રેસ લેવલને ઘટાડશે.
ડાયટ બેલેન્સ રાખો
ખરાબ ખાણીપીણીની આદત તમારી ડાઇજેસ્ટિવ સિસ્ટમ ખરાબ કરી શકે છે. તે તમારી મેન્ટલ હેલ્થને પણ ખરાબ કરે છે. તેથી હંમેશા એવુ ફુડ ખાવાની કોશિશ કરો જે તમારી હેલ્થને એનર્જેટિક બનાવે. ફળ, શાકભાજી, પ્રોટીનની માત્રા મુડને સ્થિર બનાવે છે અને સ્વિંગ થવાથી બચાવે છે. ચા-કોફી, સ્વીટ ડ્રિંક, આલ્કોહોલ, પ્રોસેસ્ડ ફુડ, જંકફુડ્સ તણાવ અને એન્ગઝાઈટીને વધારે છે. ખૂબ પાણી પીતા રહો, ખુદને હાઇડ્રેટેડ રાખો.
ઉંઘ છે ખૂબ જરૂરી
સારી ઉંઘ મેન્ટલ હેલ્થ માટે સૌથી વધુ જરૂરી છે. જો તમે તણાવ અનુભવતા હો તો ઉંઘ પર ફોકસ કરો. પર્યાપ્ત માત્રામાં ઉંઘ લેવાથી સ્ટ્રેસ લેવલ ઘટે છે. રોજના રુટિનમાં તમારુ રુટિન ફિક્સ કરો. સાથે સુવાના થોડા ટાઇમ પહેલા બ્લુ લાઇટ સ્ક્રીનને બિલકુલ બંધ કરો. ચા કોફી સુતા પહેલા ન પીવો. તેનાથી તમારી મેન્ટલ હેલ્થ સારી બનશે, સારી ઉંઘ આવશે અને એન્ગઝાઇટી ઘટશે.
એક્સર્સાઇઝ સ્કિપ ન કરો
ફિઝિકલ વર્કઆઉટને હળવાશથી ન લો. રોજ કરાયેલી થોડી એક્સર્સાઇઝ મુડને સારો કરવામાં મદદ કરશે. એક્સર્સાઇઝ કરવાથી એન્ડોર્ફિન હોર્મોન્સ રિલીઝ થશે. તેને હેપ્પી હોર્મોન્સ પણ કહેવાય છે. તે સ્ટ્રેસ લેવલ ઘટાડશે. રોજ અડધો કલાકની એક્સર્સાઇઝ જોગિંગ, ડાન્સિંગ, યોગ કે સ્વિમિંગ કોઇ પણ વર્કઆઉટ રૂટિનનો હિસ્સો બનાવો. તે તમારી ફિઝિકલ હેલ્થ સુધારશે અને મેન્ટલ હેલ્થ પર પોઝિટીવ અસર કરશે.
તમારા વિચારો બદલો
થોડી વાર બેસીને વિચારો, પરંતુ કોઇ પણ પ્રકારનો નિષ્કર્ષ ન કાઢો. તે તમારા સ્ટ્રેસ લેવલને ઘટાડવામાં મદદ કરશે. પોઝિટીવ વિચારો તણાવ અને એંગ્ઝાઇટીથી બહાર કાઢવામાં મદદ કરશે.
સોશિયલ નેટવર્ક જરૂરી
તમારી આસપાસના દોસ્તો અને સંબંધીઓની વચ્ચે જાવ. તેમની સાથે વાત કરો. સાથે થોડા એવા ગ્રુપ જોઇન્ટ કરો જે તમને પોઝિટીવ વાતો કરવા માટે અને વિચારવા માટે પ્રેરિત કરે. આમ કરવાથી તમારા વિચારોમાં અંતર આવશે.
આ પણ વાંચોઃ આંતરરાષ્ટ્રીય ગાયિકા મેરીએ PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, મોદીના કર્યા વખાણ