ગુજરાતમધ્ય ગુજરાત

નડિયાદ : ગરનાળામાં કોલેજ બસ ફસાઈ, વિદ્યાર્થીઓને બારીમાંથી રેસ્ક્યુ કરી બહાર કઢાયા

Text To Speech

ખેડા જિલ્લાના નડિયાદમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જતાં એક કોલેજ બસ અંડરપાસમાં ફસાઈ ગઈ હતી.જેને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓને બચાવ્યા હતા.

કોલેજની બસ ગરનાળામાં ફસાઈ

આજે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે પાણી અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા અને ટ્રાફિક જામ થઈ જવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે ખેડા જિલ્લાના નડિયાદ વિસ્તારમાં ભારે વરસાદથી ભરાયેલા શ્રેયસ ગરનાળામાં વિદ્યાર્થીઓ સાથેની કોલેજ બસ ફસાઈ ગઈ હતી.જેને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓને બચાવ્યા હતા. આ ત્વરિત પ્રતિસાદને કારણે ભારે અકસ્માત થતો અટકાવવામાં આવ્યો, અને તમામ વિદ્યાર્થીઓનો બચાવ થયો.

નડિયામાં ભારે વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા

મહત્વનું છે કે નડિયાદ શહેરમાં શનિવારે સવારે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. નડિયાદના ખેડામાં ભારે વરસાદને કારણે કોલેજની બસ ગરનાળામાં ફસાઈ ગઈ હતી, જેથી બસમાં સવાર વિદ્યાર્થીઓને બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું.

વિદ્યાર્થીઓને બારીમાંથી બહાર કાઢ્યા

મળતી વિગતો મુજબ, બસ વરસાદી પાણીથી ભરેલા નાળામાંથી પસાર થઈ રહી હતી ત્યારે તેમાં ફસાઈ ગઈ હતી.બસમાં સવાર વિદ્યાર્થીઓને ગટરના પાણીથી બચવા માટે બારીઓમાંથી બહાર કાઢવાની ફરજ પડી હતી.આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને બારીમાંથી બચાવ કરતા  જોઈ શકાય છે.

મધ્ય ગુજરાતને મેઘરાજાએ ઘમરોળ્યુ

આજે વહેલી સવારથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં આણંદ, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે.

 આ પણ વાંચો : કિરણ પટેલ બાદ વધુ એક નકલી PMOના અધિકારીની ધરપકડ

Back to top button