એશિયન ગેમ્સ 2023ને લઈને BCCI એ લીધો મોટો નિર્ણય
BCCI : એશિયન ગેમ્સ 2023 ને લઈને એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમ પણ સામેલ થશે.આ નિર્ણય એ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે દ્વારા કરવામાં આવ્યો છે.આ ગેમ્સમાં મહિલા અને પુરુષની ટીમો આ એશિયન ગેમ્સમાં ભાગ લેશે.
30 જુન પહેલા એશિયન ગેમ્સનું મોકલી શકે છે લિસ્ટ
એશિયન ગેમ્સનું આયોજન આ વર્ષના અંતમાં 23 સપ્ટેમ્બર થી 8 ઓકટોબર સુધી યોજાશે.અને 5 ઓક્ટોબર થી 23 ઓક્ટોબર સુધી વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે.અને 30 જુન પહેલા એશિયન ગેમ્સનું લિસ્ટ મોકલી શકે છે
2018માં જાકાર્તામાં ક્રિકેટ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું ન હતું
BCCIએ વર્ષ 2010 અને 2014માં થયેલ એશિયન ગેમ્સમાં પુરુષ કે મહિલાની ભારતીય ક્રિકેટ ટીમ મોકલવામાં આવી નહોતી. ચીનના હાંગ્જૂમાં થનાર એશિયન ગેમ્સ શેડ્યૂલમાં ક્રિકેટ શામેલ કરવામાં આવ્યું છે. વર્ષ 2018માં જાકાર્તામાં રમવામાં આવેલ એશિયન ગેમ્સમાં ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું નહોતું.
ઓસ્ટ્રેલિયાએ કરવો પડ્યો હતો હારનો સામનો
ઈંગ્લેન્ડમાં ગયા વર્ષે રમાયેલ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ટીમે ફાઈનલમાં જગ્યા બનાવી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો. આ ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો.
આ પણ વાંચો : MS Dhoni : આજના દિવસે મહેન્દ્રસિંહ ધોનીએ રચ્યો હતો ઈતિહાસ,બનાવ્યો આ રેકોર્ડ