ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વિપક્ષની બેઠકમાં ખડગે અને કેજરીવાલ વચ્ચે થઈ તકરાર- દીદીએ ભજવી રેફરીની ભૂમિકા

નવી દિલ્હી: શુક્રવારે (23 જૂન, 2023) પટનામાં યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની સામાન્ય બેઠકમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે AAPના વડા અરવિંદ કેજરીવાલે વટહુકમ સામે કેન્દ્રનો ટેકો માંગ્યો હતો અને કહ્યું હતું કે તેના વિના તેમના માટે કોઈપણ જોડાણમાં જોડાવું મુશ્કેલ છે.

તો બીજી વખત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ પણ દિલ્હીમાં AAP પ્રવક્તાના આરોપો પર કેજરીવાલ પ્રત્યે સખત નારાજગી વ્યક્ત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે તકરાર થઇ હતી, જોકે TMC સુપ્રીમો મમતા બેનર્જીએ હસ્તક્ષેપ કરીને બંને વચ્ચેની તકરારને શાંત કરી હતી.

ગઈકાલે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારના નિવાસસ્થાને વિપક્ષી દળોની બેઠક યોજાઈ હતી અને આ દરમિયાન કોંગ્રેસ અને AAP વચ્ચે તંગદિલી જોવા મળી હતી. આ બેઠકમાં 15 વિપક્ષી દળોએ ભાગ લીધો હતો, જેઓ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો સામનો કરવા માટે રોડમેપ તૈયાર કરવા માટે એકઠા થયા હતા.

ઉલ્લેખનિય છે કે, પટનામાં જ્યારે 16 વિપક્ષી પાર્ટીઓ એકતાની વાત કરી રહી હતી, તે જ સમયે આમ આદમી પાર્ટીએ નવો સૂર ઉઠાવ્યો. પાર્ટીએ જાહેરાત કરી કે જ્યાં સુધી કોંગ્રેસ દિલ્હીમાં વહીવટી સેવાઓને નિયંત્રિત કરતા કેન્દ્ર સરકારના વટહુકમનો જાહેરમાં વિરોધ નહીં કરે ત્યાં સુધી તે વિરોધ પક્ષોની કોઈપણ આગામી બેઠકનો ભાગ બનશે નહીં. આ સાથે આમ આદમી પાર્ટીએ એમ પણ કહ્યું કે કોંગ્રેસે નક્કી કરવાની જરૂર છે કે તે દિલ્હીની જનતા સાથે છે કે મોદી સરકારની સાથે.

સૂત્રોએ જણાવ્યું કે પક્ષની આ જાહેરાત પટનામાં યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠક દરમિયાન કોંગ્રેસ અને AAP વચ્ચે ઉગ્ર દલીલ બાદ કરવામાં આવી છે. AAPના વડા અરવિંદ કેજરીવાલે વટહુકમ મુદ્દે જૂની પાર્ટીનું વલણ પૂછ્યું. આના પર કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ AAPના મુખ્ય પ્રવક્તા પ્રિયંકા કક્કડનો આરોપ ઉઠાવ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે ભાજપ સાથેના કરારને કારણે કોંગ્રેસ કોઈ સ્ટેન્ડ લઈ રહી નથી.

પ્રિયંકા કક્કરે મીટિંગની મિનિટો પહેલા જણાવ્યું હતું કે તેમને વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે “કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સહમતિ છે, જેના કારણે કોંગ્રેસ વટહુકમનો વિરોધ કરી રહી નથી.”

આ પણ વાંચો- PM Modi: ‘ભારત-અમેરિકાના સંબંધો માટે આ યાત્રા ખાસ રહી’- ઇજિપ્ત માટે રવાના થતાં પહેલા બોલ્યા મોદી

Back to top button