બનાસકાંઠા : પાલનપુરના જ્વેલર્સને લૂંટવાના કારસામાં વધુ બે શખ્સો ઝડપાયા
- દેશી બનાવટની રિવોલ્વર અને એક જીવતો કારતુસ મળ્યો હતો
પાલનપુર : ડીસા શહેર ઉત્તર પોલીસે પાલનપુરમાં એક મોટી લુંટના ગુન્હાના કાવતરાનો પર્દાફાશ કર્યો છે અને લૂંટને અંજામ આપે તે પહેલાજ ગઈકાલે ત્રણ શખ્સોને ઝડપ્યા હતા જેમાં વધુ બે શખ્સોને આજે ઝડપી લઇ કુલ પાંચ શખ્સોને રિવોલ્વર અને જીવતા કારટીસ સાથે ઝડપી જેલના હવાલે કર્યા છે.
આ અંગેની વિગત એવી છે કે, ડીસા ઉત્તર પોલીસ મથકના કોન્સ્ટેબલ જે.ડી. પરમારને બાતમી મળી હતી કે, ડીસાના નહેરુનગર ટેકરા વિસ્તારમાં ત્રણે શખ્સો દેશી બનાવટની પિસ્તોલ સાથે ફરી રહ્યા છે. જેથી પોલીસની ટીમ સ્થળ પર જઈ તપાસ કરતા નહેરુનગર ટેકરામાં કબીર આશ્રમની પાછળ તુરી બારોટ વાસ તરફ જતા રસ્તા ઉપર એક મોટરસાયકલ પાસે 3 શખ્સો ઉભા હતા. જેઓ પોલીસને જોઈને ભાગવા જતા પોલીસે ત્રણેયનો પીછો કરી ઝડપી લીધા હતા. પોલીસે હિતેશપુરી ઉર્ફે એક્શન બાબુપુરી ગોસ્વામી, રાહુલ ઉર્ફે પ્રતીક બાબુભાઈ ઠાકોર તેમજ વિષ્ણુજી ઈશ્વરજી ઠાકોરની અટકાયત કરી પૂછપરછ કરતા તેમની પાસેથી દેશી બનાવટની રિવોલ્વર અને એક જીવતો કારતુસ મળી આવ્યા હતા.
પાલનપુરના જ્વેલર્સને લૂંટવાનો પ્લાન કર્યો હતો
ઝડપાયેલા આરોપીઓ અગાઉ પાલનપુર સબજેલમાં હતા. ત્યારે પાલનપુરના ઇમરાન ઉર્ફે ભૂરા સિંધી સાથે મુલાકાત થયેલી અને તેણે પાલનપુરના એક જ્વેલર્સને લૂંટવાનો પ્લાન કર્યો હતો. બાદમાં જેલમાંથી બહાર આવ્યા બાદ આરોપીઓએ જવેલર્સ ની રેકી કરી કરી હતી, અને દુકાનનો માલિક જ્યારે ઘરેથી દાગીના લઈ દુકાને જતો હોય ત્યારે તેને લૂંટી લેવાનો કારસો રચ્યો હતો. આરોપીઓ પાલનપુર જવેલર્સની જ્યારે રેકી કરવા ગયા ત્યારે ઇમરાને ગેસ્ટ હાઉસમાં રહેવાની સગવડ પણ કરી આપી હતી
રિવોલ્વર ક્યાંથી અને કેવી રીતે લાવ્યા તે અંગે પૂછતાં ઝડપાયેલા આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓ આજથી પંદર દિવસ અગાઉ પાલનપુર થી ટ્રેન મારફતે આગ્રા અને આગ્રાથી ટ્રાવેલ્સ મારફતે ધોલેપુર થઈ મોરેના પહોંચ્યા હતા જ્યાં જીતેન્દ્ર ઉર્ફે ટીલ્લુ તોમર મુરેના ( મધ્યપ્રદેશ ) પાસેથી રિવોલ્વર અને કારટીસ લાવ્યા હતા.
હિતેશપુરી ઉર્ફે એક્શન બાબુપુરી ગોસ્વામી, ભોપાનગરમાં રહેતો રાહુલ ઉર્ફે પ્રતીક બાબુભાઇ ઠાકોર અને વિષ્ણુજી ઈશ્વરજી ઠાકોરની અટકાયત કરી છે. ત્યારબાદ પાલનપુરમાં રહેતો જીતેન્દ્ર ઉર્ફે ટીલ્લુ તોમર મોરેના અને ઇમરાન ઉર્ફે ભૂરા સિંધી સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાંથી બ્રાન્ડેડ કંપનીની અગરબત્તીની નકલ કરતી ફેક્ટરી ઝડપાઈ