વડોદરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના તળાવમાં બે હજારની પાંચ લાખની નોટો મળી આવી છે. કમલાનગર તળાવ પાસે સફાઇકર્મીને સફાઇ કરતી વખતે તળાવમાં 5.30 લાખની કિંમતની બે હજારની નોટો બિનવારસી હાલતમાં મળી આવી હતી. આ અંગે સફાઇ કર્મીએ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે રોકડ ફેંકનારની તપાસ હાથ ધરી છે. તળાવ સાફ કરતી વખતે એક કોથળીમાં બે હજારની નોટોનું બંડલ તરતું દેખાતુ હતુ. તેની પર સફાઇકર્મીની નજર પડી હતી. જેથી તેણે ત્યાં હાજર કોન્સ્ટેબલે આ અંગેની જાણ કરી હતી. રેલવેના આ કોન્સ્ટેબલે આ અંગેની જાણ પોલીસને કરી હતી. જેથી બાપોદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને નોટોના બંડલ કબજે કરીને પોલીસ પાસે જમા કરાવ્યા હતા. આ મળેલી નોટોમાં ફૂગ પણ લાગી ગઇ હતી. બાપોદ પોલીસના જણાવ્યા પ્રમાણે આ બંડલ ચારેક દિવસ પહેલા પાણીમાં નાંખવામાં આવી હોય શકે છે.
18મી જૂને જયારે કમલાનગર તળાવમાંથી રોકડની નોટો મળી હતી. એ દિવસની આસપાસ શહેરના એક તબીબી સંસ્થાનમાં આવકવેરા વિભાગે રેડ કરી હતી. એટલે તે સંસ્થાને નોટનું બંડલ રાતના સમયે ફેંકી ગયું હોવાની પોલીસને શંકા છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના આજવારોડ પાસે આવેલા કમલાનગર તળાવમાંથી 5.30 લાખ રુપિયાની બે હજારની રોકડ મળી આવી છે. પોલીસે રોકડ ફેંકનારની તપાસ હાથ ધરી છે. 18મી જૂને જયારે કમલાનગર તળાવમાંથી રોકડની નોટો મળી હતી એ દિવસની આસપાસ શહેરના એક તબીબી સંસ્થાનમાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. જેથી પોલીસને શંકા છે કે, સંસ્થાને નોટનું બંડલ રાતના સમયે ફેંકી ગયું હોય શકે છે. નોંધનીય છે કે, 18મી તારીખે શહેરના લેપ્રસી મેદાનમાં પીએમ મોદીનો કાર્યક્રમ હતો. તે પહેલા શહેરના આજવા રોડ પર આવેલા કમલાનગર તળાવની સફાઇ કરવામાં આવી હતી. તે દરમિયાન સફાઇકર્મીને તળાવમાં બે હજારની નોટો દેખાઇ હતી.
તળાવમાંથી મળેલી નોટોને શોધવા માટે બાપોદ પોલીસે તળાવથી દૂર આવેલા અને તે તરફ આવનારા રસ્તાઓના 15 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જોકે, નોટો ફેંકનારની કોઇ ભાળ પોલીસને મળી ન હતી. એસીપી એમ.પી.ભોજાણીએ આ અંગે મીડિયાને જણાવ્યું હતું કે, પીએમના કાર્યક્રમને લીધે તપાસ થોડીક ધીમી ચાલી રહી હતી. પરંતુ હવે તપાસ વેગવંતી કરવામાં આવી હતી. નોંધનીય છે કે, આ નોટોની બેંકમાં ખરાઇ કરવામાં આવી હતી. જેમાં તે સાચી હોવાનું જણાવવામાં આવ્યું હતુ. પોલીસે ભીની નોટોને સૂકવીને ફરી બંડલ બનાવી દીધી હતી