ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

દ્રૌપદી મુર્મૂ : જીવનની ગંભીર પરિસ્થિતિમાં રાજયોગથી મજબૂત મનોબળ, શાંતિ અને ધૈર્યતા પ્રાપ્ત કરી

Text To Speech

પાલનપુર: જીવનમાં માનવસેવાનું લક્ષ્ય રાખનાર સામાન્ય પરિવારમાં જન્મેલ ઓરિસ્સા નાના ગામના વતની દ્રૌપદી મુર્મૂ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ, કુમારીઓના ઉત્થાનમાં માટે સતત કાર્યશીલ તરીકે જાણીતા બન્યા છે. તેમના આ કાર્યની કદર કરી ઓરિસ્સાની રાજ્ય સરકારમાં સામાજિક સેવાના મંત્રી બનાવેલ. અને હવે NDA ના રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે તેમને જાહેર કરાયા છે.

એ સમયે પોતાના બંને પુત્રો અને પતિના અવસાનથી તેઓ તણાવ અને અશાંતિગ્રસ્ત હતા.
બ્રહ્માકુમારીઝ મીડિયાના શશીકાંત ત્રિવેદીએ દ્રૌપદી મુર્મૂના જીવનનો એક પ્રસંગ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જ્યારે તેઓ માત્ર ત્રણ માસના સમયગાળામાં તેઓના પતિ અને બે બાળકો ને આકસ્મિક મૃત્યુ થવાથી જીવનમાં ખૂબ જ તણાવ અને એકલતાનો અનુભવ કરી રહ્યા હતા. આવી સ્થિતિમાંથી બહાર નીકળવા માટે ઓરિસ્સા સેવા કેન્દ્રની બ્રહ્માકુમારી બહેનોએ તેમને માઉન્ટ આબુ આવવાનું આમંત્રણ આપ્યું હતું. જેથી વર્ષ ૨૦૦૯માં દ્રૌપદી મુર્મૂ આબુના શાંતિવનમાં રોકાયેલા. જ્યાં તેમણે ઈશ્વરીય જ્ઞાન, રાજ યોગનો અભ્યાસ અને દાદી જાનકીજી સાથેની મુલાકાતથી દ્રૌપદી મુર્મૂના મનોબળમાં આધ્યાત્મિક શક્તિ દ્વારા શાંતિ અને ધૈર્યતા અને મનની સ્થિરતાનો અનુભવ થયેલો.


દ્રૌપદી મુર્મૂ એ પીસ ઓફ માઈન્ડ ચેનલના ઇન્ટરવ્યૂમાં જણાવેલ કે, મને હજારો બ્રહ્માકુમારી ભાઈ- બહેનોની સકારાત્મકતા, યોગશક્તિ, પરિવારની ભાવના અને માનવ સેવા કરવાની સતત કામનાએ પ્રેરણા આપી છે. આજે પણ હું સવારે ચાર વાગે રાજયોગ માટે ઊઠી જાઉં છું. મને મારા મનના પરમાત્મા સાથેના કનેક્શન ના લીધે અવિરત પરમાત્મ ઊર્જા મળતી રહે છે. જીવનની કપરી સ્થિતિમાં પણ અધ્યાત્મ, સશક્ત મનની સ્થિરતા અને શક્તિ સંપન્ન પોતાને અનુભવ કરું છું.

Back to top button