હવે શુભ કાર્ય માટે રહ્યા માત્ર પાંચ દિવસઃ જાણો ક્યારથી શરુ થશે ચાતુર્માસ?
- ચાતુર્માસમાં કોઇ પણ પ્રકારના શુભ કાર્યો થઇ શકતા નથી
- આ વર્ષે દેવશયની એકાદશી 29 જુન 2023 અને ગુરૂવારના રોજ છે
- એકાદશી બાદ ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં નિદ્રા અવસ્થામાં ચાલ્યા જાય છે
અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીથી ચાતુર્માસની શરૂઆત થઇ જાય છે. હવે ચાતુર્માસ શરૂ થવાને માત્ર પાંચ દિવસની વાર છે. ચાતુર્માસમાં કોઇ પણ પ્રકારના શુભ કાર્યો થઇ શકતા નથી. ચાતુર્માસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ વર્ષે દેવશયની એકાદશી 29 જુન 2023 અને ગુરૂવારના રોજ છે. દેવશયની એકાદશીને પદ્મા એકાદશી, પ્રબોધિની એકાદશી, અષાઢી એકાદશી અને હરિશયની એકાદશી પણ કહેવાય છે. આ એકાદશી બાદ ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં નિદ્રા અવસ્થામાં ચાલ્યા જાય છે અને કારતક મહિનાની દેવઉઠી એકાદશીએ જાગે છે. આ ચાર મહિનાનો સમય ચાતુર્માસ પણ કહેવાય છે. આ દરમિયાન ભગવાન વિષ્ણુ પૃથ્વીનો કાર્યભાર ભગવાન શિવને સોંપી દે છે. વિષ્ણુજીની અનુપસ્થિતિના કારણે વિવાહ-સંસ્કાર અને અન્ય પ્રકારના માંગલિક કાર્યો પર બ્રેક લાગી જાય છે. આમ તો ચાતુર્માસનો સમય ચાર મહિનાનો હોય છે, પરંતુ આ વખતે આ સમય પાંચ મહિનાનો હશે.
શા માટે ચાતુર્માસ પાંચ મહિનાના?
આ વર્ષે ચાતુર્માસનો સમય પાંચ મહિનાનો હશે, કેમકે આ વર્ષે અધિક માસ આવી રહ્યો છે.આ વર્ષે શ્રાવણ મહિનામાં અધિક મહિનો લાગી રહ્યો છે. ચાતુર્માસની શરૂઆત 29 જુનથી થશે અને તેનું સમાપન 23 નવેમ્બર ના રોજ દેવઉઠી એકાદશીના રોજ થશે.
આ કાર્યો પર લાગશે બ્રેક
ચાતુર્માસમાં કોઇ પણ પ્રકારના માંગલિક કાર્ય, જેમકે વિવાહ કાર્ય, ગૃહ પ્રવેશ, ભૂમિ પૂજન, મુંડન, તિલકોત્સવ, જનોઇ સંસ્કાર જેવા કાર્યો પર બ્રેક લાગશે. આ ઉપરાંત ચાતુર્માસ દરમિયાન ગોળ, તેલ, મધ, મુળા, પરવર, રિંગણ ગ્રહણ ન કરવા જોઇએ.
ચાતુર્માસમાં કરો આ કામ
- ભગવાન વિષ્ણુના આ મંત્રોનો જાપ જપતા રહો.
ॐ नमो भगवते वासुदेवाय नमः
ॐ विष्णवे नम:
ॐ हूं विष्णवे नम:
श्रीकृष्ण गोविन्द हरे मुरारे। हे नाथ नारायण वासुदेवाय।। - શક્ય હોય તો પવિત્ર નદીમાં સ્નાન કરો. જો ક્યાંય જઇ શકો તેમ ન હો તો દાન પુણ્ય કરો.
- ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ચાતુર્માસમાં પીપળાનું ઝાડ લગાવો.
- ચાતુર્માસમાં શ્રાવણનો મહિનો આવે ત્યારે પત્તેદાર શાકભાજીનું સેવન ઓછામાં ઓછુ કરો. બની શકે તો ન ખાવ. કારતકમાં લસણ-ડુંગળીનો ત્યાગ કરો.
- બીજા પાસેથી અનાજ લેવાથી બચો.
આ પણ વાંચોઃ જાણો : દિશા પરમાર પ્રેગ્નન્સી દરમિયાન પોતાને ફિટ રાખવા શું કરી રહી છે?