પેટ્રોલ પુરાવતી વખતે ખાલી ઝીરો જ નહીં આ વાતનું પણ રાખો ધ્યાન, નહીં તો છેતરાશો
HD એક્સપ્લેનેશન ડેસ્કઃ જ્યારે પણ તમે પેટ્રોલ ભરાવવા જાય છો અને બસ સામેના મશીન પર ઝીરો જોઈને તમે એવું માની લેતા હોવ કે હવે કોઈની ત્રેવડ નથી કે તમને છેતરી શકે તો એવું નથી. ઝીરો જોયા બાદ પણ તમારી સાથે પેટ્રોલ પંપ પર છેતરપિંડી થઈ શકે છે.
આવી રીતે તમે છેતરાવ છોઃ ઝીરોની સાથે જ મશીન પર હજી એક બીજી વસ્તુ એવી છે કે જેનું ધ્યાન રાખવું જરુરી છે, પણ આપણામાંથી ઘણા લોકો એ વસ્તુ ભૂલી જાય છે અને અજાણતામાં જ પેટ્રોલ પંપ પર છેતરાઈ જાવ છે. તમારી એક નાનકડી ભૂલ તમારી લાખોની ગાડી ખરાબ કરી શકે છે. અહીંયા અમે ફ્યુઅલ ડેન્સિટી વિશે વાત કરી રહ્યા છીએ. પેટ્રોલ પંપના કર્મચારીઓ ખૂબ જ ચાલાક બનીને તમને ઠગી શકે છે.
આ બાબતનું ખાસ ધ્યાન રાખવુંઃ પેટ્રોલ અને ડિઝલની ડેન્સિટી એટલે તેનુ ઘનત્વ. મશીન ડિસ્પ્લેમાં આ ડેંસિટી એમાઉન્ટ અને વોલ્યૂમ પછી ત્રીજા નંબરે જોવા મળે છે. પેટ્રોલની ડેંસિટી રેન્જ 730-7701 kilogram / cubic meter હોય છે. જ્યારે ડીઝલની ડેન્સિટી રેન્જ 820-8601 kilogram / cubic meter હોય છે. પેટ્રોલ પૂરાવતાં આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ડેન્સિટી રેન્જ આ લેવલ કરતા ઓછી હોય તો, તેનો મતલબ છે કે, પેટ્રોલ પંપ પર મિલાવટ કરવામાં આવી છે. આ પ્રકારે થાય તો ઠગીની સાથે સાથે એન્જિન પર ખરાબ થવાની સંભાવના છે. તમારા એન્જિન પર એડિશનલ પ્રેશર પડે છે અને માઈલેજ ઓછું થશે. હવે જ્યારે પણ પેટ્રોલ અથવા ડીઝલ ખરીદો તો તેની ડેન્સિટીની રેન્જ ચેક કરજો.
આ પણ વાંચોઃ પેટ્રોલ પંપની દાદાગીરી, બે હજારની નોટથી ફરજિયાત રૂ.500નું પેટ્રોલ પુરાવવું