ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં મેઘની આગાહી, આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ

Text To Speech
  • રવિવારના રોજ નર્મદા, છોટા ઉદેપુરમાં ભારે વરસાદ આવશે
  • ચોમાસાના વરસાદની શરૂઆત થવાના હવામાન ખાતા દ્વારા સંકેતો
  • વડોદરા, ભરૂચ અને સુરતમાં સોમવારના રોજ ભારે વરસાદ પડશે

ગુજરાતના નર્મદા, છોટા ઉદેપુર અને વડોદરામાં રવિવારે ભારે વરસાદની આગાહી છે. જેમાં બે દિવસ બાદ અમદાવાદમાં હળવા વરસાદના સંકેત છે. તથા વડોદરા, ભરૂચ અને સુરતમાં સોમવારે ધોધમાર વરસાદ પડી શકે છે. જેમાં ચોમાસુ શરૂ થવાના પણ સંકેતો આપવામાં આવ્યાં છે.

આ પણ વાંચો: ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ સારવાર હેઠળ રહેલા પુત્રને મળવા મુબંઈ પહોંચ્યા

ચોમાસાના વરસાદની શરૂઆત થવાના હવામાન ખાતા દ્વારા સંકેતો

અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી દિવસોમાં ચોમાસાના વરસાદની શરૂઆત થવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. મધ્ય ગુજરાતનાં નર્મદા, છોટા ઉદેપુર અને વડોદરામાં રવિવારના રોજ તેમજ વડોદરા, ભરૂચ અને સુરતમાં સોમવારના રોજ ભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સિવાય અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં રવિવારથી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ શરૂ થવાના પણ સંકેતો આપવામાં આવ્યાં છે.

આ પણ વાંચો: ગુજરાતમાં IPS અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપાયો, હવે થશે ટ્રાન્સફર 

સોમવારના રોજ વડોદરા, ભરૂચ અને સુરચમાં ભારે વરસાદ પડવાની આગાહી

હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, રવિવારના રોજ નર્મદા, છોટા ઉદેપુર અને વડોદરામાં ભારે વરસાદ પડશે. જ્યારે સોમવારના રોજ વડોદરા, ભરૂચ અને સુરચમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વધુમાં હવામાન ખાતાએ તેની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરત, તાપી, ડાંગ, ગીર સોમનાથ અને અમરેલીમાં શનિવારના રોજ હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે. રવિવારના રોજ આણંદ,પંચમહાલ, દાહોદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં હળવો વરસાદ પડી શકે છે. સોમવારના રોજ ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની આગાહી કરાઈ છે.

Back to top button