- ગુરુવારની સાંજે અમદાવાદ એરપોર્ટથી રૂટીન ફ્લાઈટમાં મુંબઈ પહોંચ્યા
- મુખ્યમંત્રીનો પરિવાર પણ 50 દિવસથી સારવાર હેઠળ રહેલા અનુજની સાથે
- અનુજને બીજી મેના રોજ મુબંઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
CM ભૂપેન્દ્ર પટેલ સારવાર હેઠળ રહેલા પુત્રને મળવા 22 દિવસે મુબંઈ પહોંચ્યા છે. જેમાં વાવાઝોડાને કારણે મુબંઈ સ્થિત પરિવારને મળ્યા નહોતા. તેમજ હિન્દુજામાં 50 દિવસથી સારવાર હેઠળ રહેલા અનુજ પટેલની તબિયત સુધારા પર છે. તથા સર્જરી કર્યા બાદ બીજી મેના રોજ મુબંઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની સંભાવના
ગુરુવારની સાંજે અમદાવાદ એરપોર્ટથી રૂટીન ફ્લાઈટમાં મુંબઈ પહોંચ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારની સાંજે અમદાવાદ એરપોર્ટથી રૂટીન ફ્લાઈટમાં મુંબઈ પહોંચ્યા હતા. મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં તેમના પુત્ર અનુજની સારવાર ચાલી રહી છે. બિપોરજોય વાવાઝોડાને કારણે તેઓ 22 દિવસથી પરિવાર અને સારવાર હેઠળ રહેલા પુત્રને મળી શક્યા નહોતા. 50 દિવસથી હિન્દુજા હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા અનુજ પટેલની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. બે સપ્તાહથી બિપરજોય વાવાઝાડા સામેની તૈયારીઓ તેમજ ભારે પવન- વરસાદ બાદ રાહત અને બચાવના કામોને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મહિનાના આંરભે મુંબઈ જઈ શક્યા નહોતા.
મુખ્યમંત્રીનો પરિવાર પણ 50 દિવસથી સારવાર હેઠળ રહેલા અનુજની સાથે
સારવાર હેઠળ રહેલા પુત્રને મળી શક્યા નહોતા. આથી, તેઓ ગુરુવારે સાંજે પુત્ર અને પરિવારને મળવા મુંબઈ પહોંચ્યા હોવાનું જણાવતા અધિકારીએ કહ્યુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે રાતે પરત આવશે. શનિવારથી તેમના રાબેતા મુજબના કાર્યક્રમો છે. ગુરુવારે મુંબઈ જતા પહેલા તેમણે શાળા પ્રવેશોત્સવમાં અધિકારીઓના ફિડબેક જાણવા બેઠળ યોજી હતી. ઉલ્લેખનિય છે કે, 30મી એપ્રિલે બ્રેઈન સ્ટોક આવ્યા પછી અનુજને અહીની હોસ્પિટલમાં સર્જરી કર્યા બાદ બીજી મેના રોજ મુબંઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીનો પરિવાર પણ 50 દિવસથી સારવાર હેઠળ રહેલા અનુજની સાથે છે.