ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસા ટેકરા વિસ્તારમાંથી રિવોલ્વર સાથે ત્રણ શખ્સો ઝડપાયા

Text To Speech

પાલનપુર: ડીસાના નહેરુનગર ટેકરા વિસ્તારમાંથી ઉત્તર પોલીસે દેશી બનાવટની રિવોલ્વર સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. ત્રણેય જણા પાલનપુરના જ્વેલર્સને લૂંટવાનો પ્લાન બનાવી રહ્યા હતા. પોલીસે રિવોલ્વર આપનાર તેમજ કારતુસ રાખનાર શખ્સો સામે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુરના જ્વેલર્સને ત્યાં લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો

આ અંગેની વિગત એવી છે કે, ડીસા ઉત્તર પોલીસ મથકના કોન્સ્ટેબલ જે.ડી. પરમારને બાતમી મળી હતી કે, ડીસાના નહેરુનગર ટેકરા વિસ્તારમાં ત્રણ શખશો દેશી બનાવટની પિસ્તોલ સાથે ફરી રહ્યા છે. જેથી પોલીસના માણસોએ સ્થળ પર જઈ તપાસ કરતા નહેરુનગર ટેકરામાં કબીર આશ્રમની પાછળ તુરી બારોટ વાસ તરફ જતા રસ્તા ઉપર એક મોટરસાયકલ પર ત્રણ શખ્સો ઉભા હતા. જેઓ પોલીસને જોઈને ભાગવા જતા પોલીસે ત્રણેયને ઝડપી લીધા હતા . પોલીસે હિતેશપુરી ઉર્ફે એક્શન બાબુપુરી ગોસ્વામી, રાહુલ ઉર્ફે પ્રતીક બાબુભાઈ ઠાકોર તેમજ વિષ્ણુજી ઈશ્વરજી ઠાકોરની અટકાયત કરી પૂછપરછ કરતા હિતેશપુરી પાસેથી દેશી બનાવટની રિવોલ્વર અને એક જીવતો કારતુસ મળી આવ્યા હતા.

પોલીસે તેઓને પૂછપરછ કરતા આ રિવોલ્વર જ્યારે તે પાલનપુર જેલમાં હતો ત્યારે જેલમાં જીતેન્દ્ર ઉર્ફે ટીલ્લુ તોમર રહેવાસી મુરેના, જિલ્લો ઉજ્જૈન મધ્ય પ્રદેશ વાળા સાથે મુલાકાત થયેલી તેની પાસેથી રિવોલ્વર ખરીદી હતી. તેમજ બીજા જીવતા કારતુસ પાલનપુરના ઇમરાન ઉર્ફે ભૂરા સિંધી પાસે હોવાનું જણાવ્યું હતું.

આ તમામ શખશો પાલનપુરના એક જ્વેલર્સને લૂંટવાનો પ્લાન કરી રહ્યા હતા. જોકે લૂંટ કરે તે અગાઉ જ ત્રણેય શખશોને પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે રિવોલ્વર આપનાર જીતેન્દ્ર તોમર તેમજ ઇમરાન ઉર્ફે ભૂરા સિંધી સામે પણ ગુનો નોંધી બંનેની ધરપકડ કરવાની કવાયત હાથ ધરી છે.

આ પણ વાંચો :અમેરિકાના વ્હાઈટ હાઉસમાં PM મોદીનું નિવેદન, ‘આજે 140 કરોડ ભારતીયોને મળ્યું સન્માન’

 

Back to top button