ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસામાં હજુ પણ 20 ફીડર બંધ

Text To Speech

પાલનપુર: ‘બિપરજોય’ વાવાઝોડાના કારણે બનાસકાંઠાના ડીસા પંથકમાં અનેક વીજપોલ અને વૃક્ષો ધરાશયી થયા હતા. ત્યારે વાવાઝોડા બાદ વીજ કંપની દ્વારા ચાલી રહેલા સમારકામ બાબતે ડીસાના ધારાસભ્યએ સમીક્ષા બેઠક યોજી હજુ પણ વધુ ટીમો લગાડી ઝડપથી કામગીરી કરવા સૂચના આપી હતી.

વધુ ટીમો લગાવી વીજપુરવઠો ઝડપી શરૂ કરવા બેઠક યોજાઈ

‘બિપરજોય’ વાવાઝોડાના કારણે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ નુકસાન ડીસા અને ધાનેરા તાલુકામાં થયું હતું. જેમાં ડીસામાં 320 જેટલા વીજળીના પોલ ધરાશયી થયા હતા. જેના કારણે અનેક ગામોમાં અંધારપટ છવાઈ ગયો હતો. વાવાઝોડા અંગે અગમચેતીના પગલાં લેવાયા હોવાથી વીજ કંપનીની ટીમો તૈયાર હતી. પરંતુ ભારે વરસાદના કારણે તાત્કાલિક કામગીરી થઈ શકી ન હતી. વાવાઝોડા દરમિયાન ડીસામાં ખેતીલાયક 375 વીજ કનેક્શન બંધ થઈ ગયા હતા. જેથી વીજ કંપની દ્વારા બનાસકાંઠા જિલ્લા ઉપરાંત બહારથી સ્ટાફ બોલાવતા કોન્ટ્રાક્ટરે હિંમતનગર, સાબરમતી અને મહેસાણા ડિવિઝન માંથી ત્રણ જેટલી વધારાની ગેંગ કામે લગાડી સમારકામ હાથ ધર્યું હતું.

સમીક્ષા બેઠક-humdekhengenews

 

જેથી 375 ખેતીલાયક વીજ કનેક્શનમાંથી 273 વીજ કનેક્શન પુન:શરૂ કરાયા છે. જ્યારે જ્યોતિગ્રામ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં આવતા વીજ કનેક્શનનો તેમજ શહેરી વિસ્તારના તમામ વીજ કનેક્શન ફરીથી ચાલુ કરી દેવાયા છે. જોકે વીજ કંપનીની કામગીરી દરમિયાન પણ હજુ 20 જેટલા ફીડર બંધ હોવાથી ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ વીજ કંપનીની કામગીરી અંગે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં યુજીવીસીએલના અધિકારીઓ ઉપરાંત ડીસાના નાયબ કલેકટર નેહાબેન પંચાલ, મામલતદાર ડો. કિશનદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યએ હજુ પણ જે કનેક્શનનો બંધ છે તેને વધારાની ટીમો બોલાવી તાત્કાલિક ચાલુ કરાવી દેવા સૂચના આપી હતી.

આ પણ વાંચો :બનાસકાંઠા: ડીસામાં નવી રીક્ષાની ઉઠાંતરી કરનાર બે શખ્સોની ધરપરકડ

Back to top button