ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

બ્રેકિંગ ન્યુઝ: પીએમ મોદીની ગુજરાતીઓને ભેટ; અમદાવાદમાં શરૂ થશે અમેરિકાનું વાણિજ્ય દુતાવાસ

Text To Speech
  • ભારતની લાંબા સમયથી પેન્ડિંગ રહેલી માગણી અમેરિકાએ સ્વીકારી
  • અમેરિકા જવા માગતા ગુજરાતીઓએહવે વિઝા લેવા માટે નહીં જવું પડે મુંબઈ
  • અમદાવાદમાં ટૂંક સમયમાં શરૂ થશે અમેરિકાનું વાણિજ્ય દુતાવાસ
  • અમદાવાદ ઉપરાંત બેંગલોરમાં પણ શરૂ થશે અમેરિકાનું દુતાવાસ

ન્યૂયોર્ક/અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસ પર છે. આ દરમિયાન તેઓ અમેરિકા સાથે અનેક રીતના કરાર કરી રહ્યાં છે. સંરક્ષણ ક્ષેત્રે અનેક કરારો પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓને ત્યાંથી જ સીધી એક ભેટ આપી દીધી છે. પીએમ મોદીની કોશિશોના કારણે ભારતની લાંબા સમયથી પેન્ડિંગ રહેલી માગણી અમેરિકાએ સ્વીકારી લીધી છે.

પીએમ મોદીના કહેવાથી અમેરિકા અમદાવાદમાં ટૂંક સમયમાં જ અમેરિકાનું દૂતાવાસ શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, અમેરિકા જવા માગતા ગુજરાતીઓને મુંબઈ વિઝા લેવા માટે જવું પડતું હતું. જોકે, હવે ગુજરાતીઓને મુંબઈ જવાની ઝંઝટમાંથી છૂટકારો મળી ગયો છે. અમદાવાદ સહિત બેંગ્લોરમાં પણ અમેરિકાનું દુતાવાસ શરૂ કરવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે, એક કલાક પહેલા જ જનરલ ઈલેક્ટ્રિક (જીઇ)ના એરોસ્પેસ યૂનિટે જાહેરાત કરી છે કે તેને ભારતીય વાયુસેનાના ફાઈટર વિમાનોના એન્જિન બનાવવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વોશિંગ્ટનમાં જનરલ ઇલેક્ટ્રિકના અધ્યક્ષ એચ લોરેન્સ કલ્પ જૂનિયર સાથે મુલાકાતના કેટલાક કલાકો પછી આની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન જીઈ એરોસ્પેસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં આ કરારને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાત માટે એક સીમાચિહ્નરૂપ ગણાવ્યું છે.

આ પણ વાંચો- વિપક્ષની બેઠક પહેલા વટહુકમ પર AAPનું અલ્ટીમેટમ, શું છે કેજરીવાલની માંગ?

Back to top button