ગાંધીનગર: CM ભૂપેન્દ્ર પટેલે 9 પ્રોબેશ્નરી IAS અધિકારીઓ સાથે કરી મુલાકાત
- CM ભૂપેન્દ્ર પટેલે આજ રોજ ગુજરાત કેડરના વર્ષ 2022 ની બેચના 9 પ્રોબેશ્નરી IAS અધિકારીઓ સાથે મુલાકાત લીઘી
- ભૂપેન્દ્ર પટેલે ર૦રરની બેચના 9 પ્રોબેશ્નરી આઇ.એ.એસ અધિકારીઓની મુલાકાત ગાંધીનગર ખાતે લીધી
ગુજરાત કેડરના વર્ષ 2022 ની બેચના 9 પ્રોબેશ્નરી IAS અધિકારીઓ સાથે મુલાકાત કરી. આ અધિકારીઓ નિષ્ઠાપૂર્વક કાર્યદક્ષતાથી ફરજ નિભાવીને પોતાના પદનો ઉપયોગ જનહિત માટે અને રાજ્ય વિકાસ માટે કરે તેવી લાગણી વ્યક્ત કરી. pic.twitter.com/JD7fdeWuCq
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 22, 2023
ગુજરાતમાં ફાળવાયેલા 2022 ઇન્સ્ટીટયુશનલ ટ્રેનિંગ અન્વયે સ્પીપામાં તાલીમના 5 અઠવાડિયા પૂર્ણ કરી વિવિધ જિલ્લાઓમાં ફિલ્ડ તાલીમ માટે જશે .જન ફરિયાદો અને રજૂઆતોના ટેકનોલોજીના ઉપયોગથી નિવારણના મુખ્ય મંત્રીના રાજ્ય કક્ષાના સ્વાગત ઓન લાઇનની કાર્ય પદ્ધતિ નિહાળી છે.યુવા વયે મળેલા આ પ્રતિષ્ઠિત પદનો રાજ્યની સેવા-વિકાસમાં સદુપયોગ કરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે શીખ આપી હતી. આ 9 પ્રોબેશ્નર્સ મહિસાગર, તાપી, નવસારી, પાટણ, બનાસકાંઠા, દાહોદ, સુરેન્દ્રનગર, અરવલ્લી અને નર્મદા જિલ્લાઓમાં ફિલ્ડ તાલીમ માટે નિયુક્ત થયા છે.
મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં આઇ.એ.એસ અધિકારી સાથે કરી મુલાકત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત ગુજરાત કેડરમાં ફાળવાયેલા ર૦રરની બેચના 9 પ્રોબેશ્નરી આઇ.એ.એસ અધિકારીઓએ ગાંધીનગરમાં લીધી હતી.આ 9 યુવા પ્રોબેશ્નરી આઇ.એ.એસ અધિકારીઓએ ઇન્સ્ટીટયુશનલ ટ્રેનિંગ અન્વયે સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લીક એડમીનીસ્ટ્રેશન-સ્પીપામાં પાંચ સપ્તાહની તાલીમ પૂર્ણ કરી છે. આ અધિકારીઓ સ્પીપા સહિતની તાલીમ અંતર્ગત બાવન અઠવાડિયા સુધી વિવિધ જિલ્લાઓમાં તાલીમ માટે જવાના છે. તદ્દઅનુસાર, આ નવ આઇ.એ.એસ પ્રોબેશ્નર્સ તેમને ફાળવાયેલા જિલ્લાઓમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પ્રાંત કચેરી અને જિલ્લા કલેકટરાલયમાં તાલીમ મેળવશે તેવી જાણકારી પર કરવામાં આવી છે.મુખ્યમંત્રીએ આ નવયુવાન પ્રોબેશ્નર્સને કાર્યદક્ષતા, નિષ્ઠા અને પ્રામાણિકતાથી કારકીર્દી ઘડતરની શીખ આપી હતી.
મહાનિયામક મોહમ્મદ શાહિદ આ મુલાકાતે ખાસ ઉપસ્થિત રહ્યા
આજરોજ આ તાલીમી અધિકારીઓએ મુખ્યમંત્રીના રાજ્ય સ્વાગત ઓન લાઇન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ભૂપેન્દ્ર પટેલ પ્રજાજનો ,નાગરિકોની રજૂઆતો પોઝિટિવ એપ્રોચથી ઉકેલતા હતા તે જોઈને અને સમજીને તેમની ફિલ્ડ તાલીમની પ્રથમ શરુઆત કરી હતી.મુખ્મંત્રીએ આ યુવાઓને નાની વયે મળેલી આવી આઇ.એ.એસ અધિકારી તરીકેની પ્રતિષ્ઠિત પોસ્ટ-પદ નો ગુજરાતના વિકાસ અને જનહિતમાં ઉપયોગ કરવાની પ્રેરણા પૂરી પાડી હતી. મુખ્યમંત્રીએ પ્રોબેશ્નર્સ આઇ.એ.એસ ને નીતિ-નિયમો સાથે કુદરતના નિયમોને જાળવીને સેવાદાયિત્વ નિભાવવાનો અનુરોધ પણ કર્યો હતો. મુખ્યમંત્રી સાથેની તેમની આ મુલાકાત વેળાએ સ્પીપા ના મહાનિયામક મોહમ્મદ શાહિદ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો:સુરતમાં ચાર વર્ષની બાળકીનું અપહરણ બાદ દુષ્કર્મ, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો