સુરતમાં બે લક્ઝુરિયસ કાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 3 વ્યક્તિઓના મોત નીપજ્યાં છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યો છે. હાલ આ સમગ્ર ઘટના અંગે પોલીસ ઘટના સ્થળે પહોચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સરથાણા વિસ્તારમાં લક્ઝુરિયસ કાર વચ્ચે અકસ્માત
મળતી માહીતી મુજબ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા ખડસદ રોડ પર નવા રિંગ રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. જેમાં બે લક્ઝુરિયસ કાર ધડાકાભેર અથડાતા 3 વ્યક્તિઓના મોત નીપજ્યાં છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાની વિગતો સામે આવી છે. સમગ્ર ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચી કારમાં સવાર ઈજાગ્રસ્તોને બહાર કઢાયાં હતાં. ઈજાગ્રસ્તોને પતરા કાપીને કારની બહાર કઢાયા અને ઈજાગ્રસ્ત થયેલ વ્યકિતને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.
ફાયરબ્રિગેડે પતરા કાપીને લોકોને બહાર કાઢયાં
સરથાણા ખડસદ રોડ પર ચાર રસ્તા પર બે લક્ઝુરિયસ કાર ધડાકાભેર અથડાઈ હતી. અર્ટીગા કાર અને હેરિયર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેના કારણે કારનો કડૂસલો વળી ગયો હતો.અકસ્માતને પગલે સ્થાનિકોનું ટોળુ એકઠું થઈ ગયું હતું. અને લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને પતરા કાપીને લોકોને બહાર કાઢયાં હતાં. અને 108 એમ્બ્યુલન્સ મારફતે લોકોને હોસ્પિટલ ખસેડ્યાં હતાં.
આ પણ વાંચો : દેશમાં પહેલીવાર પકાડાયું ‘ડિઝાઇનર ડ્રગ્સ’, જાણો શું છે આ ડ્રગ્સ અને તેની કિમત