રાજ્યની તમામ કોર્ટ માટે e-RTI પોર્ટલ લૉન્ચ કરાયું; અરજદારોને થશે ફાયદો
ગુજરાત હાઇકોર્ટની આઈટી કમિટી અને રુલ્સ કમિટીના નિર્દેશો પછી આઈટી સેલ દ્વારા વધુ એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યુ છે. રાજ્યની તમામ કોર્ટ માટે e-RTI પોર્ટલ લૉન્ચ કરાયું છે. આ પોર્ટલ પરથી અરજદાર RTIની ઓનલાઈન અરજીઓ, RTIની ફર્સ્ટ અપીલ કરી શકાશે તેમજ અરજદાર RTI અરજીનું સ્ટેટસ પણ ઓનલાઈન જાણી શક્શે.
ગુજરાત હાઈકોર્ટના ઍક્ટિંગ ચીફ જસ્ટિસ, આઈટી કમિટી અને રુલ્સ કમિટીના નિર્દેશોથી રાજ્યની તમામ હાઈકોર્ટમાં e-RTI પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યુ છે જેમાં અરજદાર RTIની ઓનલાઈન અરજીઓ, RTIની ફર્સ્ટ અપીલ કરી શકશે અને અરજદાર RTI અરજીનું સ્ટેટસ પણ ઓનલાઈન જાણી શક્શે. આ ઉપરાંત અરજદારને જવાબ પણ ઈમેઈલ અને મેસેજ મારફતે આપવામાં આવશે.
આ માટે અરજદારે હાઈકોર્ટની વેબસાઈટ પર RTI પોર્ટલ પર પોતાના ઇ-મેઈલ અને મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ અરજદાર ઓનલાઈન RTI કરી શક્શે. આ માટે અરજદારે ઓનલાઈન અરજી માટે નક્કી કરેલી ફિ પણ ઓનલાઈન જ ભરવાની રહેશે.
અરજદારે હાઇકોર્ટની વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવુ પડશે જેમા અરજદારે પોતાનું એક આઈડી પ્રુફ તેમજ 1 MBની સાઈઝમાં ફોટો અપલોડ કરવાનો રહેશે. આ અરજી ફાઈલ થયા બાદ એક રેફરન્સ નંબર મળશે જે અરજદારે સાચવીને રાખવો પડશે.
ઓનલાઈન અરજીમાં BPL કાર્ડધારકોએ તેની સર્ટિફાઇડ ટ્રુ કોપી અથવા ઓથોરિટીએ આપેલ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. અરજી કર્યા બાદ પબ્લિક ઈન્ફોર્મેશન ઓફિસર દ્વારા તેનો જવાબ ઓનલાઈન જ આપવામાં આવશે. આ જવાબના 30 દિવસની અંદર જ અપીલ પણ થઈ શક્શે. જેનો અપીલ નંબર પણ તમને ઓનલાઈન જ મળી જશે. આમ અરજદારની અનેક મુશ્કેલીઓનો હવે અંત આવી ગયો છે. તે ઘરે બેઠા જ અરજી કરી શકે છે.
આ પણ વાંચો- કોંગ્રેસનો મહત્વપૂર્ણ નિર્ણય: રાજીવ ભવનની કાયાપલટ સહિત રાજ્યભરમાં બનશે કોંગ્રેસના નવા કાર્યાલાય