‘મણિપુર સળગી રહ્યું છે અને PM Modi કરી રહ્યા છે વૈશ્વિક દર્શન’: દિગ્વિજય સિંહ
વડાપ્રધાન(PM)નરેન્દ્ર મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના આમંત્રણ પર અમેરિકાની રાજકીય મુલાકાતે છે. આ મુલાકાતને લઈને કોંગ્રેસ સતત પીએમ મોદીને નિશાન બનાવી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે PM નરેન્દ્ર મોદીની USAની મુલાકાત પર કટાક્ષ કર્યો હતો.
તેમણે ટ્વિટર દ્વારા કહ્યું કે PM મોદી એવા સમયે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે, જ્યારે મણિપુર હિંસાની આગમાં સળગી રહ્યું છે. તો બીજી તરફ ચીને 26/11 મુંબઈ હુમલાના આરોપી સાદિજ મીરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના ભારતના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.
‘મણિપુર સળગી રહ્યું છે, PM યોગ કરી રહ્યા છે’: કોંગ્રેસ નેતા
દિગ્વિજય સિંહે ટ્વિટ કરીને કહ્યું કે, ”જ્યારે મણિપુર સળગી રહ્યું હતું ત્યારે અમારા PM સંયુક્ત રાષ્ટ્રમાં યોગ કરી રહ્યા હતા. જ્યારે ચીન સાજીદ મીરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા પર રોક લગાવી રહ્યું હતું, ત્યારે પીએમ મોદી યુએનમાં યોગ કરી રહ્યા હતા. શું આ બાબત તમને રોમ સળગતું હતું ત્યારે નીરો તેની વાંસળી વગાડતો હતો તેવો અહેસાસ નથી થઈ રહ્યો? શું PM મોદીનું શાસન પણ નીરોના શાસન જેવું નથી?”
મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં 100થી વધુના મોત!
કોંગ્રેસ મણિપુર હિંસા અંગે PM મોદીના ‘મૌન’ પર સતત રાજકીય હુમલો કરી રહી છે. આવા સમયે વડાપ્રધાનની અમેરિકાની રાજકીય મુલાકાતે રાજકીય વાતાવરણ વધુ ગરમ કર્યું છે. જણાવી દઈએ કે મણિપુરમાં ફાટી નીકળેલી વંશીય હિંસામાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થયા છે.
ચીનની અવળચંડાઈ!
PM મોદી અમેરિકા પહોંચે તે પહેલા ચીને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના એક પ્રસ્તાવ પર રોકી લગાવી દીધું હતું. જેમાં ભારતે 2008ના મુંબઈ હુમલાના આરોપી સાજીદ મીરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. ભારતે ચીનના આ પગલાને નાના વૈશ્વિક રાજકારણની વિચારસરણી ગણાવી છે.
આ પણ વાંચો: રેસલિંગ ફેડરેશનની ચૂંટણી મોકૂફ, જાણો શું છે કારણ?