અમદાવાદના SVPI એરપોર્ટ પર 3.22 કિલો ‘બ્લેક કોકેન’ જપ્ત કરવામાં આવ્યું છે. તેને ડિઝાઇનર દવા પણ કહેવામાં આવે છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓએ આ દાણચોરી પકડી હતી. ભારતમાં પ્રથમ વખત અમદાવાદ એરપોર્ટ પરથી ડિઝાઈનર ડ્રગ્સ ઝડપાયું છે. તે સરળતાથી પકડાતું નથી. તેની બજાર કિંમત કરોડોમાં છે.
અમદાવાદના SVPI એરપોર્ટ પર ડિઝાઈનર ડ્રગ્સ પકડાયું
શું તમે ક્યારેય ડિઝાઇનર ડ્રગ્સ વિશે સાંભળ્યું છે? આજે તેની વાત એટલા માટે થઈ રહી છે કારણ કે અમદાવાદના SVPI એરપોર્ટ પર તેનો ખુલાસો થયો છે. વાસ્તવમાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓએ સંભવતઃ પ્રથમ વખત ડિઝાઈનર ડ્રગ્સની દાણચોરીને રંગે હાથે પકડી છે.
ડિઝાઇનર ડ્રગ શું છે ?
બ્લેક કોકેઈનની ભારતમાં અનોખી રીતે દાણચોરી કરવામાં આવે છે. તેની બજાર કિંમત 32 કરોડની આસપાસ છે. ડીઆરઆઈનું કહેવું છે કે ભારતમાં આ પ્રકારની ડિઝાઈનર ડ્રગ જપ્ત કરવાનો આ કદાચ પહેલો કિસ્સો છે.“બ્લેક કોકેઇન” એ એક ડિઝાઇનર ડ્રગ છે . ચારકોલ અને કેમિકલ મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે.જેથી તેને છદ્માવરણ માટે કાળો રબરનો દેખાવ મળે અને કેનાઇન્સ અને ફિલ્ડ-ટેસ્ટિંગ કીટ દ્વારા તપાસ ટાળી શકાય.તેને કાળા રંગના રબરનો દેખાવ આપવામાં આવે છે. જેથી તેને સરળતાથી છુપાવી શકાય. તે એવી રીતે બનાવવામાં આવે છે કે
સુંઘતા કૂતરા પણ તેને પકડી શકતા નથી
બ્લેક કોકેઈનને પકડવું ખૂબ મુશ્કેલ છે. તેની ગંધ ટ્રેની ડોગ પણ તેને પકડી શકતો નથી. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે સામાન્ય રીતે કોકેઈનની ગંધ આવે છે. પરંતુ બ્લેક કોકેઈનની જરાય ગંધ આવતી નથી. તેથી તેને પકડવો ખૂબ મુશ્કેલ છે.
આ પણ વાંચો : રાજકોટમાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ, 70 લાખનું ફર્નિચર બળીને ખાખ