ટોપ ન્યૂઝનેશનલ

breaking news :ઉત્તરાખંડના બાગેશ્વરમાં દર્દનાક માર્ગ અકસ્માત, ભક્તોથી ભરેલી કાર ખીણમાં ખાબકી, 9ના મોત

Text To Speech

ઉત્તરાખંડના પિથોરાગઢમાં મંદિરના દર્શન કરીને પરત ફરી રહેલા ભક્તોની જીપ ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર તમામ 9લોકોના મોત થયા છે તેમજ 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાની વિગતો સામે આવી છે. ઘટનાની માહિતી મળ્યા બાદ પિથોરાગઢ જિલ્લાની પોલીસ અને એસડીઆરએફની ટીમ એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.

પિથોરાગઢ પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી

મળતી માહિતી મુજબ, તમામ શ્રદ્ધાળુઓ બાગેશ્વરના શામાથી હોકરા મંદિરમાં દર્શન કરવા આવી રહ્યા હતા. હોકરા પાસે પહોંચતા જ તેમનું વાહન કાબૂ બહાર ગયું અને ખાડામાં પડી ગયું. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયાછે. જ્યારે 2 ગંભીર રીતે ઈજાગ્રસ્ત  થયાના સમાચાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે ભક્તોને લઈને એક જીપ હોકરા દેવી મંદિર જઈ રહી હતી. ત્યારબાદ કાર બેકાબૂ બની રામગંગા નદીમાં પડી હતી.આ માર્ગ અકસ્માતની માહિતી મળ્યા પછી, પિથોરાગઢ પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કેટલાક મૃતદેહોને હવે ખાડીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

 ભોગ બનેલા લોકો બાગેશ્વર તહસીલના કપકોટ, શમા અને ભાનારના હતા

જીપમાં 11 લોકો સવાર હતા. મુનસિયારી બ્લોક સ્થિત હોકરા મંદિર જતી જીપ રોડ પરથી પલટીને રામગંગા નદીમાં પડી હતી. અકસ્માતનો ભોગ બનેલા લોકો બાગેશ્વર તહસીલના કપકોટ, શમા અને ભાનારના હોવાનું કહેવાય છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સીએમ ધામીએ ટ્વીટમાં લખ્યું, “આ ખૂબ જ દુઃખદ સમાચાર છે કે બાગેશ્વરના શમાથી પિથોરાગઢના નાચની તરફ આવી રહેલા વાહનના અકસ્માતને કારણે ઘણા લોકો ઘાયલ થયા છે. રાહત અને બચાવ કાર્ય માટે એક રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. રહું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માઓને શાંતિ આપે.

આ પણ વાંચો : BREAKING NEWS: અંકલેશ્વર GIDCની નિરંજન લેબોરેટરી કંપનીમાં ભીષણ આગ

Back to top button