મનોરંજન

‘આદિપુરુષ’ વિવાદથી ફિલ્મ’ઝરા હટકે જરા બચકે’ને થયો ફાયદો, કરી આટલી કમાણી

Text To Speech

‘ફિલ્મ ઝરા હટકે ઝરા બચકે’ 2 જૂને સિનેમા હોલમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ હાલ ચર્ચામાં છે. ટૂંક સમયમાં ફિલ્મ 75 કરોડનો આંકડો પાર કરી શકે છે. વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ને ભારતમાં સારી શરૂઆત મળી.સાથે જ જો વાત કરવામા આવે તો ‘જરા હટકે જરા બચકે’ ફિલ્મને આદિપુરુષના વિવાદનો ફાયદો મળતો હોય તેમ લાગી રહ્યું છે.

Zara Hatke Zara Bachke Review:सरकारी योजनाओं में धांधली की पोल खोलती फिल्म, लक्ष्मण उतेकर की हिम्मत को सलाम - Zara Hatke Zara Bachke Review In Hindi By Pankaj Shukla Laxman Utekar Vicky

ફિલ્મ ટૂંક સમયમાં 75 કરોડનો આંકડો પાર કરી શકે છે. આ ફિલ્મ 2 જૂને સિનેમાઘરોમાં આવી હતી.’જરા હટકે જરા બચકે’ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મે 21 જૂનના રોજ 1.08 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મે તેની રિલીઝના ત્રીજા સપ્તાહના બુધવાર સુધીમાં ભારતમાં 71.46 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. વિકી-સારાની ફિલ્મને ચોથા સપ્તાહમાં કોઈ મોટી ફિલ્મ રિલીઝ ન થવાનો ફાયદો મળી શકે છે. ચોથા અઠવાડિયે ફિલ્મ 75 કરોડ રૂપિયાની કમાણી કરશે એવો અંદાજ છે.

અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મનું લાઈફટાઈમ કલેક્શન 80 કરોડ રૂપિયા સુધી જઈ શકે છે.’ઝરા હટકે જરા બચકે’ એક એવા કપલની વાર્તા છે જે પોતાના પરિવારથી દૂર રહેવા માટે પોતાનું ઘર ઈચ્છે છે. તેઓ ભારત સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફ્લેટ મેળવવા માટે એકબીજાને છૂટાછેડા આપે છે. 40 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મમાં વિકી ઉપરાંત સારા, સુષ્મિતા મુખર્જી, નીરજ સૂદ, રાકેશ બેદી અને શારીબ હાશ્મી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન લક્ષ્મણ ઉતેકરે કર્યું છે.સાથે જ જો વાત કરવામા આવે તો આ ફિલ્મ દર્શકોને ખુબ પસંદ આવી રહી છે.

આ પણ વાંચો : ‘કુલ્ફી કુમાર’ ફેમ મોહિત મલિક હવે મોટા પડદા પર મચાવશે ધૂમ

Back to top button