ગુજરાતદક્ષિણ ગુજરાત

AAP MLAના પરિણીતા સાથે રંગરેલિયા, યુવતીના પતિએ હોટેલમાં રંગેહાથે ઝડપ્યાં

Text To Speech

AAP ધારાસભ્ય ભૂપત ભાયાણી પરિણીતા સાથે હોટલ રૂમમાંથી ઝડપાયા હોવાનો વિડીયો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અહેવાલોમાં દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી એક પરણિત યુવતીને લઈ સુરત ખાતેના કડોદરા વિસ્તારમાં આવેલી સૂરજ નામની હોટલમાં રોકાયા હતા. આ હોટેલનો વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં ભૂપત ભાયાણી મહિલા સાથે ઉભા રહી રજીસ્ટ્રેશન કરતા દેખાઈ રહ્યા છે.

આપ ધારાસભ્ય પરિણીતા સાથે હોટલ રૂમમાંથી ઝડપાયા

પ્રાપ્ત વિગતો મુજબ સુરતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એક હોટલમાં યુવતી સાથે દેખાયા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એક હોટલમાં યુવતી સાથે એકાંત માણી રહયા હતા ત્યારે તેઓ એક હોટલમાં રંગેહાથે પકડાઇ ગયા હતા. જેનો વિડીયો વાયરલ થતા રાજકારણમાં પણ હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા આ વીડિયોને લઈને અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

હોટેલના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણી સુરતના કડોદરા વિસ્તારમાં આવેલા સુરજ ગેસ્ટહાઉસમાં મહિલા સાથે ગયા હતા. જે ગેસ્ટહાઉસના સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહયું છે. આ સીસીટીવી વિડીયોમાં નેતા હોટલ રિસેપ્શન પર યુવતી સાથે ઉભા રહી રજીસ્ટ્રેશન કરતા હોવાનું દેખાઈ રહ્યું છે. ધારાસભ્ય ભાયાણી સાથે મોઢે ઓઢણીનો નકાબ ઓઢી આવેલી પરિણીત મહિલાનો પતિ પણ ગેસ્ટહાઉસ પહોંચતા નેતાનો ભાંડો ફૂટ્યો હતો.

 

યુવતીનો પતિ આવી જતા નેતા મોઢે રૂમાલ બાંધી ભાગ્યા

બીજા વીડિયોમાં જોઈ શકાય છે કે ભૂપત ભાયાણી મહિલા સાથે ગેસ્ટ હાઉસમાં એકાંત માણી રહ્યા હોવાની વાત મહિલાના પતિને ખબર પડી જતા તે પણ હોટલ પર આવી ચઢ્યો હતો. યુવતીના પતિએ મોબાઈલ વિડીયો શરૂ કરીને હોટલ પર આવેલો જોઈ વિસાવદરના MLA મોઢે રૂમાલ બાંધી રફુચક્કર થઈ ગયા હતા.

ધારાસભ્યએ આપ્યો આ જવાબ

આ અંગે AAP ધારાસભ્યએ મીડિયાને જણાવ્યું હતું કે, “હું અત્યારે મારા ઘરે છું, પ્લીઝ, હું અત્યારે તમને કોઈપણ પ્રકારની કોમેન્ટ કે પ્રતિક્રિયા નહિ આપી શકું, હું મારી લીગલ ટીમને મળીને પછી પ્રતિક્રિયા આપીશ.”

 આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ પરથી 32 કરોડનું બ્લેક કોકેઇન ઝડપાયું, DRIએ બ્રાઝિલિયન નાગરિકની કરી ધરપકડ

Back to top button