ન્યૂયોર્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી જિલ બાઈડેનના ખાસ આમંત્રણ પર અમેરિકાની રાજકીય યાત્રા પર છે. પીએમ પાછલા નવ વર્ષમાં છ વખત અમેરિકાનો પ્રવાસ કરી ચૂક્યા છે. વડાપ્રધાનનો આ પ્રવાસ ખાસ છે. તે 24 જૂનની સવાર સુધી અમેરિકામાં જ રહેશે.
પીએમ મોદીની યાત્રા અંગે જાણો દસ મોટી વાત
સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને વોશિંગટન ડીસીમાં વ્હાઈટ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું. આ દરમિયાન પીએમ મોદી જો બાઈડેનના ખાસ આમંત્રણ પર ફેમિલી ડિનરમાં સામેલ થયા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ જો બિડેન અને ફર્સ્ટ લેડી જીલ બિડેન સાથે ખાસ ભેટની આપ-લે કરી. વડા પ્રધાને ફાબર એન્ડ ફેબર લિમિટેડ લંડન દ્વારા પ્રકાશિત અને યુનિવર્સિટી પ્રેસ ગ્લાસગોમાં મુદ્રિત પુસ્તક ‘ધ ટેન પ્રિન્સિપલ ઉપનિષદ’ની પ્રથમ આવૃત્તિની એક નકલ રાષ્ટ્રપતિ જો બાઇડેનને ભેટ આપી હતી.
પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિને એક ખાસ ચંદનનું બોક્સ પણ અર્પણ કર્યું, જેને જયપુરના એક માસ્ટર કારીગરે હાથથી બનાવ્યું છે. તે મૈસૂરમાંથી મેળવેલા ચંદનના લાકડામાં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની પેટર્ન જટિલ રીતે કોતરેલી છે. PM એ અમેરિકાના ફર્સ્ટ લેડી ડૉ. જીલ બાઇડેનને લેબમાં ઉગાડવામાં આવેલ 7.5-કેરેટ ગ્રીન ડાયમંડ ભેટમાં આપ્યો.
આનાથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના પ્રથમ મહિલા જીલ બાઇડેને આજે સવારે વર્જિનિયાના એલેક્ઝાન્ડ્રિયામાં નેશનલ સાયન્સ ફાઉન્ડેશનની મુલાકાત લીધી હતી. અમેરિકામાં ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુ અને ભારતમાં અમેરિકન રાજદૂત એરિક ગારસેટી પણ તેમની સાથે હાજર રહ્યાં હતા.
આ પણ વાંચો- પીએમ મોદી વ્હાઇટ હાઉસ પહોંચ્યા, જો બાઈડનની સાથે ફર્સ્ટ લેડીએ કર્યું સ્વાગત
પીએમ મોદી સાથેની મુલાકાત બાદ જીલ બાઇડેને કહ્યું, “અમારો સંબંધ માત્ર સરકારો માટેનો નથી, અમે પરિવારો અને બંને દેશો વચ્ચેની મિત્રતાની ઉજવણી કરી રહ્યા છીએ. યુએસ-ભારતની ભાગીદારી ઊંડી અને વ્યાપક છે કારણ કે અમે વૈશ્વિક પડકારોનો સંયુક્ત રીતે સામનો કરીએ છીએ.”
પીએમ મોદીએ વોશિંગ્ટનમાં ટોચની કંપનીઓના સીઈઓને પણ મળ્યા હતા. તેમાં માઇક્રોનના સીઇઓ સંજય મેહરોત્રા, જીઇ એચ લોરેન્સ કલ્પ જુનિયરના સીઇઓ અને એપ્લાઇડ મટિરિયલ્સના સીઇઓ ગેરી ડિકરસન પણ તેમાં સામેલ છે.
ભારતીય સમય અનુસાર પીએમ મોદી આજે મોડી રાત્રે અમેરિકી સંસદ કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. યુએસ કોંગ્રેસની સંયુક્ત બેઠકમાં પીએમનું આ બીજું સંબોધન હશે. અગાઉ તેમણે 2016માં સંબોધન કર્યું હતું.
શુક્રવારે સવારે પીએમ મોદી વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને તેમના પરિવાર દ્વારા આયોજિત સ્ટેટ ડિનરમાં હાજરી આપશે. તેમને વ્હાઇટ હાઉસમાં ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવશે. આ અંતર્ગત 21 તોપોની સલામી આપવામાં આવશે. પીએમ મોદી ઓવલ ઓફિસમાં જો બાઇડેન સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે.
PM મોદીનો મેગા શો તેમની મુલાકાતના છેલ્લા દિવસે એટલે કે 23 જૂને થશે. જ્યારે વડાપ્રધાન વોશિંગ્ટન ડીસીમાં રોનાલ્ડ રીગન બિલ્ડીંગ અને ઈન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર ખાતે દેશભરના ડાયસ્પોરા નેતાઓના આમંત્રિત સભાને સંબોધશે.
વડાપ્રધાન ભારતીય સમય અનુસાર બુધવારે રાત્રે ન્યૂયોર્કથી વોશિંગ્ટન પહોંચ્યા હતા. તેમની રાજ્ય મુલાકાત અહીંથી શરૂ થઈ હતી. પીએમ મોદીનું વોશિંગ્ટન ડીસીમાં જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ ખાતે ગાર્ડ ઓફ ઓનર આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભારત અને અમેરિકાના રાષ્ટ્રગીતની ધૂન પણ વગાડવામાં આવી હતી. ભારતીય સમુદાયના હજારો લોકો પણ એરપોર્ટની બહાર એકઠા થયા હતા. જેમણે ‘મોદી-મોદી’ના નારા લગાવ્યા હતા.
આ પણ વાંચો- મણિપુર હિંસા અંગે અમિત શાહે 24 જૂને બોલાવી સર્વપક્ષીય બેઠક