- કરોડોની જમીન બિલ્ડર પાસેથી પરત લેવા HCમાં PIL કરી
- જગન્નાથ મંદિર ટ્રસ્ટની કરોડની કિંમતની જમીન બિલ્ડરને વેચાયેલી
- જમાલપુરમાં સ્થિત વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના બે ટ્રસ્ટ છે
જગન્નાથ મંદિર ટ્રસ્ટની કરોડોની જમીન બિલ્ડર પાસેથી પરત લેવા HCમાં PIL કરી છે. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશને લીઝ પર આપેલી જમીન ટ્રસ્ટે મુસ્લિમ બિલ્ડરને વેચી દીધી હતી. તથા જે હેતુ માટે ટ્રસ્ટને જમીન આપી હતી તેનો ભંગ થવાથી તે પાછી મેળવવા માગ કરવામાં આવી છે. તથા જગન્નાથ કન્સલ્ટન્સીના નામથી જમીન ખરીદી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં વિદ્યાર્થીઓને ટેબ્લેટના બદલે હવે લેપટોપ મળશે, સરકાર યોજના બનાવશે
જગન્નાથ મંદિર ટ્રસ્ટની કરોડની કિંમતની જમીન બિલ્ડરને વેચાયેલી
દાણીલીમડા-બહેરામપુરા વિસ્તારમાં આવેલી જગન્નાથ મંદિર ટ્રસ્ટની કરોડની કિંમતની જમીન બિલ્ડરને વેચાયેલી છે. હવે આ જમીન પરત મેળવવાની માગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) દ્વારા હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરાઇ છે. જેના પરની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. અરજદારની માગ છે કે ટ્રસ્ટને મળેલી કેટલીક જમીન ભક્તો અને દાતાઓએ દાનમાં આપેલી છે. આ જમીન જે હેતુ માટે આપવામાં આવી હતી તે જ હેતુ માટે પરત લેવામાં આવે. આ કેસના મુદ્દે લોકાયુક્તમાં ફરિયાદ પણ કરાયેલી છે. જો કે તેમાં કોઈ કાર્યવાહી થઈ નથી.
આ પણ વાંચો: ગુજરાતમાંથી બિપોરજોય વાવાઝોડાને કારણે ચોમાસુ ખેંચાયુ, જાણો ક્યારથી થશે શરૂ
જમાલપુરમાં સ્થિત વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના બે ટ્રસ્ટ છે
અરજીમાં અરજદારની રજૂઆત છે કે જમાલપુરમાં સ્થિત વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના બે ટ્રસ્ટ છે. જેના નામ મહંત નરસિંહદાસજી ટ્રસ્ટ અને જગન્નાથ મંદિર ટ્રસ્ટ છે. દાણીલીમડા અને બહેરામપુરા વિસ્તારમાં આ ટ્રસ્ટની અલગ અલગ 12 જેટલા સર્વે નંબર સાથે અંદાજે 2,97,000 ચોરસ મીટર જેટલી જમીન છે. જેની બજાર કિંમત 20 થી 25 હજાર કરોડ આસપાસ હોવાનુ અનુમાન છે. આ જમીનનો એક ચોરસમીટરનો ભાવ રૂ. એક લાખથી 90 હજાર જેટલો છે. ભૂતકાળમાં ટ્રસ્ટ દ્વારા આ જમીનનો કેટલોક ભાગ બિલ્ડર ઉસ્માન ગની ઘાંચીને વેચાયેલો છે. આ બિલ્ડર સામાન્ય રીતે એચ. એસ. હોટલવાળાના નામથી જાણીતા છે. જો કે, તેણે જગન્નાથ કન્સલ્ટન્સીના નામથી જમીન ખરીદી હતી.
કરોડોની જમીન બિલ્ડર પાસેથી પરત લેવા HCમાં PIL કરી
આ જમીનની હકીકત એ છે કે એએમસીએ ( અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) વર્ષો પહેલા જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને ગૌ સેવા ટ્રસ્ટને ગૌસંવર્ધન અને ગૌશાળા માટે આ જમીન લીઝ પર આપેલી. નિયમમુજબ ચેરિટી કમિશનરની પૂર્વમંજૂરી વગર ત્રણ વર્ષ સુધી આ જમીન કોઈને આપી ન શકાય. ટ્રસ્ટે આ બિલ્ડર અને અન્ય લોકોને બે વર્ષ અને 11 મહિનાના કરારથી જમીન લીઝ પર આપેલી. આ જમીન ગેરકાયદેસર રીતે બાંધકામ થતા તેની સામે ચેરિટી કમિશનરમાં અરજી કરાયેલી. જેમાં, ચેરિટી કમિશનરે જાન્યુઆરી-2020માં બાંધકામ સામે સ્ટે આપતો હુકમ કરેલોઅને જમીનના વેચાણ અને સંબંધિત કરારને રદ ઠેરવેલા.