ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

PM મોદીએ જો બાઈડનને આપી આ વસ્તુ ભેટમાં

Text To Speech

HD ન્યુઝ ડેસ્કઃ અમેરિકાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોશિંગ્ટન ડીસીમાં છે. અહીં પહોંચતા જ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. એરપોર્ટ પર પણ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે ફર્સ્ટ લેડી જીલ બાઈડન સાથે અહીં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. બાદમાં તેઓ ખાનગી રાત્રિભોજન માટે વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા. જ્યાં રાષ્ટ્રપતિ બાઈડન અને પ્રથમ મહિલાએ તેમનું સ્વાગત કર્યું.

ખાસ વસ્તુઓ દાનમાં આપીઃ પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ જો બાઈડનને કેટલીક ખાસ વસ્તુઓ દાનમાં આપી છે. PM મોદીએ રાષ્ટ્રપતી બાઈડનને પંજાબનું ઘી, રાજસ્થાનથી હાથથી બનાવેલ 24 કેરેટનો હોલમાર્ક સોનાનો સિક્કો, આ ઉપરાંત મહારાષ્ટ્રમાંથી ગોળ, ઉત્તરાખંડમાંથી ચોખા, તમિલનાડુમાંથી તલ, કર્ણાટકના મૈસૂરમાંથી ચંદનનો ટુકડો, પશ્ચિમ બંગાળના કુશળ કારીગરો દ્વારા હાથથી બનાવેલું ચાંદીનું નાળિયેર તથા ગુજરાતમાંથી મીઠું અને ભગવાન ગણેશની મૂર્તિ દાન આપી હતી.

મોદીને પણ મળશે ભેટઃ તો બીજી બાજુ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડન પીએમ મોદીને કેટલીક ખાસ ભેટ આપશે. આમાં 20મી સદીની એન્ટિક બુક ગેલેરી, વિન્ટેજ અમેરિકન કેમેરા, અમેરિકન વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી પરનું પુસ્તક અને રોબર્ટ ફ્રોસ્ટની એકત્રિત કવિતાઓની પ્રથમ આવૃત્તિની નકલનો સમાવેશ થશે.

આ પણ વાંચોઃ પીએમ મોદી વ્હાઇટ હાઉસ પહોંચ્યા, જો બાઈડનની સાથે ફર્સ્ટ લેડીએ કર્યું સ્વાગત

Back to top button