ઉત્તર ગુજરાતગુજરાત
બનાસકાંઠા: ડીસામાં માં બહુચરના મંદિરે ભાવિકો દર્શને ઉમટી પડ્યા
પાલનપુર: ડીસા શહેરના પાટણ રોડ ઉપર આવેલા ભોપાનગર વિસ્તારમાં માં બહુચરના મંદિરે અમાવસના દિવસે શ્રી બહુચર આનંદ ગરબા મંડળ તેમજ ક્રિષ્ના આનંદ ગરબા મંડળ દ્વારા ગરબાની ધૂનની રમઝટ બોલાવવામાં આવી હતી. જેમાં દરેક સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
માં બહુચરના ગરબા તેમજ પ્રસાદનો લાભ લીધો હતો. અમાવસના દિવસે ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા વેફર પેકેટ પ્રસાદના દાતા વિકાસ કુમાર નરેન્દ્રભાઈ ચોખાવાળા તરફથી 2000 જેટલાં ભાવીભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. શ્રી બહુચર આનંદ ગરબા મંડળ દ્વારા શહેરમાં વિવિધ જ્ગ્યાએ આનંદ ના ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. ભોપાનાગર મંદિર ખાતે પણ ભાવીકો એ આનંદ ગરબાની મજા લઈ ધન્યતા અનુભવી હતી.
આ પણ વાંચો :હવામાન વિભાગની આગાહી: રાજ્યમાં આગામી 5 દિવસ 6 જિલ્લામાં વરસાદ થવાની શક્યતા