ગુજરાતટ્રેન્ડિંગ

હવામાન વિભાગની આગાહી: રાજ્યમાં આગામી 5 દિવસ 6 જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

Text To Speech
  • ગુજરાતમાં ચોમાસુ 22 જૂનથી બેસી જશે, પરંતુ વરસાદ નહિવત

ચોમાસાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે ત્યારે 22 જૂનથી સત્તાવાર ચોમાસાની સિઝન બેસી જશે, પરંતુ વરસાદ ચોમાસાનો નહિ પડે. હવામાન વિભાગે લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યું કે, રાજ્યમાં 5 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસમાં કેટલાક સ્થળોએ વરસાદની સંભાવના રહેશે. પરંતુ સત્તાવાર ચોમાસાની સીઝન માટે હજી થોડી રાહ જોવી પડશે.

પાંચ દિવસ વરસાદ રહેશે

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ ચોમાસાની આગાહી અંગે જણાવ્યું કે, રાજ્યમાં આગામી પાંચ દિવસમાં કેટલાક સ્થળોએ વરસાદની સંભાવના રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુરમાં સામાન્ય વરસાદની સંભાવના છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ બાદ વરસાદ પડે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: વડોદરામાં આઈસર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, ત્રણના ઘટનાસ્થળે જ મોત

ચોમાસુ રાહ જોવડાવશે…

તેમણે જણાવ્યું કે, આ જે વરસાદ છે, તે ભેજના કારણે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. પરંતુ અમદાવાદમાં ગરમીથી કોઈ રાહત નહિ મળે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે, વરસાદની શક્યતા નહિવત છે. ગુજરાતને સત્તાવાર ચોમાસા માટે હજુ પણ પાંચ દિવસ રાહ જોવી પડશે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 18 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.

વાવાણી માટે રાહ જોઈને બેઠેલા ખેડૂતો માટે થોડી ચિંતા જેવુ છે. કેમકે મોટાભાગના ખેડૂતો ખેતી ચોમાસા આધારિત કરતા હોય છે. તેથી ખેડૂતો ચોમાસા પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. ત્યારે હવામાન વિભાગની આ ચોમાસુ મોડુ બેસવાની આગાહી જોતા ખેડૂતોએ હજુ વાવણી માટે રાહ જોવી પડી શકે છે.

આ પણ વાંચો: ‘બિપરજોય’ વાવાઝોડાએ ધાનેરા તાલુકામાં ભારે ખાના ખરાબી કરી,તસવીરો આપી રહી છે ચિતાર

Back to top button