કેરલ: મંદિર પરિસરમાં હથિયારોની કથિત ટ્રેનિંગને લઈને RSS સભ્યોને હાઈકોર્ટની નોટિસ


નવી દિલ્હી: કેરલ હાઇકોર્ટે મંગળવારે (20 જૂન) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સભ્યોને તિરૂવનંતપુરમમાં શ્રી સરકારા દેવી મંદિરના પરિસરમાં કથિત રૂપથી અતિક્રમણ કરવાને લઈને નોટિસ આપવામાં આવી છે.
લાઈવ લોના રિપોર્ટ અનુસાર, આરએસએસના સભ્ય મંદિર પરિસરના અંદર સામૂહિક અભ્યાસ અને હથિયાર ચલાવવાનું શિક્ષણ લઈ રહ્યા હતા. કેરલ હાઈકોર્ટે જસ્ટિસ અનિલ કે. નરેન્દ્ર અને જસ્ટિસ પીજી અજિતકુમારની પીઠે આ કેસ પર રાજ્ય સરકાર અને ત્રાવણકોર દેવાસ્મ બોર્ડ પાસેથી જવાબ માંગ્યો છે.
ઉચ્ચે ન્યાયાલય બે શ્રદ્ધાળુંઓ અને મંદિરની આસપાસના રહેવાસીઓ દ્વારા દાખલ એક અરજી પર સુનાવણી કરી રહ્યું છે કે આરએસએસ સભ્યોની કથિત કાર્યવાહીમાં મંદિરમાં આવનારા ભક્તો અને તીર્થયાત્રીઓ વિશેષ કરીને મહિલાઓ અને બાળકોને મુશ્કેલી થઈ રહી છે.
આ પણ વાંચો- PM નરેન્દ્ર મોદીની મુલાકાતની સાથે જ એલન મસ્કને 10 બિલિયન ડોલરનો થયો ફાયદો
અરજદારોએ કહ્યું કે આરએસએસના સભ્યો કથિત રીતે સંબંધિત અધિકારીઓની કોઈપણ અધિકૃતતા વિના મંદિરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે. તેમાં મંદિર પરિસરની અંદર તમાકુના ઉત્પાદનોનો ઉપયોગ પણ સામેલ છે.
તેમણે આગળ કહ્યું કે આરએસએસના સભ્ય પોતાના સામૂહિક અભ્યાસ, હથિયાર પ્રશિક્ષણના ભાગરૂપે ખુબ જ ઉંચેથી નારા લગાવે છે, જેનાથી મંદિરનું શાંતિપૂર્ણ માહોલ ખરાબ થાય છે.
તેમણે કોર્ટને સુનિશ્ચિત કરવા કહ્યું છે કે પ્રતિવાદી અધિકારીઓ અથવા આરએસએસના સભ્યો મંદિર પરિસરનો ઉપયોગ માત્ર ભક્તિ હેતુઓ માટે કરે અને પૂજાના અધિકારનું રક્ષણ કરે.
આ કેસની આગામી સુનાવણી 26 જૂને થશે.
આ પણ વાંચો- NCERT પુસ્તકોમાંથી ડાર્વિનની થિયરી હટાવવા પર શિક્ષણ મંત્રીએ શું કહ્યું?