ગુજરાત

અમદાવાદના જગન્નાથજી મંદિરને લઈને મોટા સમાચાર, નવા રંગરૂપમાં જોવા મળશે મંદિર!

ગઈ કાલે અમદાવાની સુપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા નિકળી હતી. જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ત્યારે આજે જગન્નાથ મંદિરમને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ અમદાવાદના જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરના પરિસરને રિડેવલપ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભક્તો માટે અનેક સુવિધા હશે તેમજ એક સાથે 50 હજાર જેટલા લોકો દર્શન કરી શકે તે પ્રમાણે વ્યવસ્થા કરવામા આવશે.

જગન્નાથનું મંદીર તેમજ તેના પરિસરને રિડેવલપ કરાશે

અમદાવાદ જમાલપુર ખાતે આવેલા ગુજરાતમાં પ્રસિદ્ધ ભગવાન જગન્નાથનું મંદીર તેમજ તેના પરિસરને રિડેવલપ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ જમાલપુર દરવાજા પાસેથી લઇને મ્યુનિસિપલ સ્કુલ તેમજ સાબરમતી નદીના કિનારા તરફ વિસ્તાર સુધી જગ્યાનો ઉપયોગ કરી વિશાળ જગન્નાથ મંદીર પરિસર બનવાની તૈયારી મંદિર ટ્રસ્ટે દર્શાવી છે. અને આગામી સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, ત્યારબાદ રિડેવલપની કામગીરી શરૂ કરવામાં આવશે.

અમદાવાદ જગન્નાથ મંદિર-humdekhengenews

 

એક સાથે 50 હજાર ભક્તો કરી શકશે દર્શન

અમદાવાદના જગન્નાથ મંદિરના રિડેવલોપમેન્ટ માટે સરવે કરાયો છેજે મુજબ હવે આગામી સમયમાં મંદિરના રિડેવલોપમેન્ટ માટેની કામગીરી હાથ ધરવામા આવશે. જેમાં ખાસ કરીને રથયાત્રા સમયે ભક્તોને પડતી અગવડતાને લીધે રથયાત્રામાં એક સાથે 50 હજાર ભક્તો દર્શન કરી શકે તેવું મંદિરનું પ્રાંગણ બનાવવાનું આયોજન કરવામા આવ્યું છે. જે મુજબ મંદિરના વિસ્તારમાં આવતા ઘરોને હટાવી મંદિરનું પ્રાંગણ મોટું કરાશે. અને મંદિર દ્વારા અડચણ રૂપ થતા ઘરોને નવું ઘર આપવામાં આવશે. જગન્નાથ મંદિરની આસપાસ 6 જેટલી ચાલીઓ આવેલી છે. જેમાં રહેતા લોકો જગન્નાથ મંદીરના ભાડુઆત છે. તેમને તે મકાન લઈને બાજુમાં એપાર્ટમેન્ટ બનાવીને આપવામાં આવશે તેમ ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ સુવિધાઓ કરાશે ઉપલબ્ધ

જાણકારી મુજબ મંદિર રિડેવલપમાં ભગવાન જગન્નાથ જુના રથને એક મ્યુઝિયમમાં બનાવીને મુકવામાં આવશે. સાથે જે મંદિરની ધરોહરને પણ મ્યુઝિયમમાં મૂકવામાં આવશે. બહાર ગામથી આવતા લોકો માટે રૂમ, સંત નિવાસ કાર્યાલય ઓફિસ, હાથીખાનું, વિશાળ બે માળનું પાર્કિંગ જેવી વિવિધ સુવિધા પણ ઉપલબ્ધ કરવામા આવશે.

 આ પણ વાંચો : વડોદરામાં આઈસર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, ત્રણના ઘટનાસ્થળે જ મોત

Back to top button