તમે પણ આડેધડ પેઇનકિલર ખાવ છો? જાણી લો આ નુકસાન
- થોડો દુખાવો થાય અને લોકો પેઇનકિલર લઇ લે છે
- પેઇનકિલરની આરોગ્ય માટે ખતરનાક સાબિત થઇ શકે છે
- પેઇનકિલર તમને ગંભીર બિમારીનો શિકાર બનાવી શકે છે
આજના સમયમાં દરેક વ્યક્તિ વ્યસ્ત બની ગયો છે. દરેકની જિંદગી હાર્ડ બની ચુકી છે. કલાકો સુધી એક જ જગ્યાએ બેસીને કામ કરવાનું હોય છે. આ કારણે આપણે શારીરિક દર્દનો સામનો કરવો પડે છે. દર્દ કે દુખાવાને દુર કરવા માટે આપણે ઘણા પ્રકારના પેઇનકિલરનો ઉપયોગ કરીએ છીએ. કેટલાક લોકો એવા પણ હોય છે, જે થોડા જ દુખાવામાં પેઇનકિલર ખાઇ લે છે. કેટલાક લોકો મેડિકલ સ્ટોરમાંથી પણ પેઇન કિલર ખરીદીને ખાઇ લે છે. આ ટેવ હેલ્થ માટે યોગ્ય નથી. પેઇનકિલરની સાઇડ ઇફેક્ટ્સ જાણીને તમે હેરાન થઇ જશો. તમે તમારા આરોગ્ય માટે મોટો ખતરો પેદા કરી રહ્યા છો. જાણો પેઇનકિલરના ઉપયોગની નકારાત્મક અસરો વિશે.
કઇ બિમારીઓ થાય છે?
તમને થોડો પણ દુખાવો હોય તો તમે પેઇનકિલર ખાઇ લો છો. તે તમારા આરોગ્ય માટે ખતરનાક છે. તેના સેવનથી દુખાવો તો ઠીક થઇ જાય છે, પરંતુ તે તમને ગંભીર બિમારીનો શિકાર બનાવી શકે છે. તે તમારા કિડની, હાર્ટ અને લિવરને પ્રભાવિત કરે છે. પેઇનકિલરના વધુ સેવનથી તમને હાર્ટ સ્ટ્રોક, હાર્ટ એટેક કે કિડની ફેલ જેવી ગંભીર બિમારીઓ થઇ શકે છે. તેથી જ્યારે પેઇનકિલર લેવી હોય ત્યારે ડોક્ટરની સલાહ વગર ન લો.
પેઇનકિલર લેતી વખતે આ વાતોનું રાખો ધ્યાન
જો તમારે પેઇનકિલર લેવી હોય તો ખાલી પેટે ન લેતા. પેઇનકિલર લેતા પહેલા ભોજન જરૂર કરજો. પેઇનકિલર લીધા પહેલા અને બાદમાં દારૂનુ સેવન ન કરો. આમ કરવાથી હાર્ટ એટેક કે હાર્ટ સ્ટ્રોકનો ખતરો રહે છે. પેઇનકિલરના સેવન બાદ વધુ પાણી પીવો, નહીંતર કિડનીને અસર થઇ શકે છે.
પેઇનકિલરથી થતી સાઇડ ઇફેક્ટ્સ
પેઇનકિલર ખાધા બાદ ઘણા પ્રકારની સાઇડ ઇફેક્ટ્સ થતી હોય છે. તેમાં ગેસ્ટ્રોઇંટેસ્ટાઇનલ પ્રોબલેમ, લુઝ મોશન, કબજિયાત, બ્લીડિંગ, ઉંઘની કમી કે પેટમાં અલ્સર જેવી સમસ્યા થઇ શકે છે. સ્કિન પર રેસીઝ, બ્રિથિંગ પ્રોબલેમ, શરીરમાં ખંજવાળ સાથે બળતરા પણ થઇ શકે છે.
આ પણ વાંચોઃ મેન્ટલ હેલ્થ માટે ખતરનાક છે Wifiનો ઉપયોગઃ જાણો તેના નુકશાન