ઘરમાં આ વસ્તુઓને કદી ન રાખશો ખાલી, નહીં તો થશો કંગાળ
- ઘરમાં ખાલી વસ્તુઓનો દુષ્પ્રભાવ તમારી પ્રગતિ પર પડે છે
- ઘણી વખત નાની નાની વસ્તુઓથી વ્યક્તિઓનું ભાગ્ય રોકાઇ જાય છે
- ઘરમાં ક્યારેય પણ અન્નનો ભંડાર ખાલી ન રાખવો જોઇએ
જો તમારા સારા દિવસો અચાનક ખરાબ દિવસોમાં બદલાઇ જાય છે તો તમારી ઘરની વસ્તુઓ પર ધ્યાન આપવાની જરૂર છે. ઘણી વખત ઘરમાં એવી વસ્તુઓ બને છે, જે ખાલી હોય તો તેની ખરાબ અસર પડે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં ખાલી વસ્તુઓનો દુષ્પ્રભાવ તમારી પ્રગતિ પર પડે છે. ઘણી વખત નાની નાની વસ્તુઓથી વ્યક્તિઓનું ભાગ્ય રોકાઇ જાય છે. જીવનમાં નકારાત્મકતા આવવા લાગે છે. તેથી કેટલીક વસ્તુઓને કદી ખાલી ન રાખવી જોઇએ.
અન્નનો ભંડાર
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ક્યારેય પણ અન્નનો ભંડાર ખાલી ન રાખવો જોઇએ. જો તે ખાલી હોય તો પહેલા તેને ભરી દો, જેથી તમારા વિકાસમાં બાધક ન બને. ભરેલા અન્નના ભંડાર જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને તમારી સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે. સાથે સાથે રોજ માં અન્નપુર્ણાની પૂજા કરો. માં અન્નપુર્ણા ધન-ધાન્ય, ઐશ્વર્ય અને સૌભાગ્યની દેવી છે. તેથી રોજ પૂજા કરવાથી અન્નના ભંડાર કદી ખાલી રહેતા નથી.
બાથરૂમમાં ખાલી બાલદી
વાસ્તુ અનુસાર ક્યારેય પણ બાથરૂમમાં બાલદી ખાલી ન રાખવી જોઇએ. બાથરૂમમાં ખાલી બાલદી રાખવાથી નકારાત્મક ઉર્જા આવે છે. આ કારણે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી બાથરૂમમાં બાલદી હંમેશા ભરેલી રાખો. કાળી કે તુટેલી બાલદીનો પ્રયોગ ન કરો. બાથરૂમમાં વાદળી રંગની બાલદીનો ઉપયોગ કરો. જો બાલદી ખાલી હોય તો તેને ઉંઘી રાખી દો.
પૂજા ઘરમાં જલપાત્રને ખાલી ન રાખો
મોટાભાગના ઘરમાં પૂજા સ્થળ હોય છે અને પૂજા સાથે જોડાયેલી સામગ્રી જેમ કે જલપાત્ર, ઘંટી વગેરે હોય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર પૂજા ઘરમાં રાખેલુ જલપાત્ર ક્યારેય ખાલી ન રાખવુ જોઇએ. પૂજા કર્યા બાદ જલપાત્રમાં જલ ભરી દો અને તેમાં થોડુ ગંગાજળ અને એક તુલસીપાન નાખી દો. એવી માન્યતા છે કે ભગવાનને ક્યારેય તરસ પણ લાગે છે. આવા જળથી ભરેલા પાત્રને પૂજા ઘરમાં રાખવાથી ભગવાન સંતુષ્ઠ રહે છે. આ કારણે ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે.
તિજોરી ક્યારેય ખાલી ન રાખો
હંમેશા ધ્યાન રાખો કે ક્યારેય તિજોરી કે પર્સ ખાલી ન રાખવા જોઇએ. થોડા પૈસા તેમાં જરૂર રાખો. ખાલી તિજોરી કંગાળિયત લઇને આવે છે. તેથી ઘ્યાન રાખવુ જોઇએ કે તિજોરી કે પર્સમાં થોડુ ધન અવશ્ય હોવુ જોઇએ. એકદમ તેને આખુ ખાલી ન કરો. તમે તિજોરીમાં ગોમતી ચક્ર, શંખ કે કોડી પણ રાખી શકો છો.
કોઇને ઠેસ ન પહોંચાડો
આપણી જીભ આપણી સમૃદ્ધિ માટે મહત્ત્વની વસ્તુ છે. તેથી ક્યારેય પણ તમારી જીભથી કોઇનું અપમાન ન કરો. ઘરના વડીલો કે વૃદ્ધોને એવી વાત ન કહો જેના કારણે તેમને માનસિક ઠેસ પહોંચે. આમ કરવાથી માં લક્ષ્મી નારાજ થઇ જાય છે, તે રસ્તો બદલી દે છે.
આ પણ વાંચોઃ ફિલ્મ આદિપુરૂષ પર પ્રતિબંધ લગાવવાની અરજી પર દિલ્હી હાઇકોર્ટે શું કહ્યું?