નેશનલ

મોદીના યૂએસ પ્રવાસથી મળી શકે છે અમેરિકન MQ-9B ડ્રોન, જાણો શું છે તેમાં ખાસ

હમ દેખેગે ન્યૂઝ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાત દરમિયાન વિશ્વભરની નજરો એ મોટા સંરક્ષણ સોદા પર રહેશે જેના હેઠળ ભારત યુએસ પાસેથી 31 સશસ્ત્ર ડ્રોન ખરીદવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

તાજેતરમાં જ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સંરક્ષણ અધિગ્રહણ પરિષદે અમેરિકન કંપની જનરલ એટોમિક્સ પાસેથી સશસ્ત્ર MQ 9B ડ્રોનની ખરીદીને મંજૂરી આપી હતી.

જોકે, આ પ્રસ્તાવને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી તરફથી લીલી ઝંડી મળવાની બાકી છે.

એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન વચ્ચેની વાતચીત બાદ આ ડિફેન્સ ડીલ પર સત્તાવાર મહોર લાગી શકે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કુલ 31 ડ્રોનમાંથી 15 ભારતીય નૌકાદળને અને આઠ-આઠ આર્મી અને એરફોર્સને આપવામાં આવશે. આ ખરીદીની અંદાજિત કિંમત લગભગ ત્રણ અબજ ડોલર (આશરે રૂ. 25000 કરોડ) છે.

એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન વચ્ચેની વાતચીત બાદ આ ડિફેન્સ ડીલ પર સત્તાવાર મહોર લાગી શકે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કુલ 31 ડ્રોનમાંથી 15 ભારતીય નૌકાદળને અને આઠ-આઠ આર્મી અને એરફોર્સને આપવામાં આવશે. આ ખરીદીની અંદાજિત કિંમત લગભગ ત્રણ અબજ ડોલર (આશરે રૂ. 25000 કરોડ) છે.

આ ડ્રોન મેળવવાની ભારતની યોજના તેની માનવરહિત સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવાના તેના પ્રયાસનો એક મોટો ભાગ છે.

એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ ડ્રોન ભારતને તેની સરહદો પર તેની દેખરેખ ક્ષમતા વધારવા અને સંભવિત જોખમોને વધુ અસરકારક રીતે મોનિટર કરવામાં સક્ષમ બનાવશે.

તે ઉપરાંત આ ડ્રોન્સનો ઉપયોગ હિંદ-મહાસાગર ક્ષેત્રમાં ચીનના વધતા વર્ચસ્વ પર નજર રાખવા માટે કરવામાં આવશે.

આ પણ વાંચો- અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ચીનના રાષ્ટ્રપતિને કેમ કહ્યાં “તાનાશાહ”

આ ડ્રોન કેમ છે ખાસ ?

અહેવાલો અનુસાર, ભારત MQ9 શ્રેણીમાં ઉપલબ્ધ MQ9A સ્કાય ગાર્ડિયન અને MQ9B સી ગાર્ડિયન બંને ડ્રોન ખરીદવાનું વિચારી રહ્યું છે.

જ્યારે સી ગાર્ડિયન ડ્રોનનો ઉપયોગ દરિયાઈ દેખરેખ માટે કરવામાં આવશે, જ્યારે સ્કાય ગાર્ડિયન ડ્રોન જમીન સરહદની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે.

આવા સશસ્ત્ર ડ્રોન ફાઇટર પાઇલોટ્સ દ્વારા ઉડેલા ફાઇટર જેટ જેવા દુશ્મનના લક્ષ્યો પર મિસાઇલ અને દારૂગોળો છોડવાની ક્ષમતા ધરાવે છે.

આ ડ્રોન સર્વેલન્સ અને જાસૂસી માટે સક્ષમ છે અને તેમના સશસ્ત્ર સંસ્કરણ હેલફાયર મિસાઇલોથી સજ્જ છે.

આ એરક્રાફ્ટનો ઉપયોગ માનવતાવાદી સહાય, આપત્તિ રાહત, શોધ અને બચાવ, એરબોર્ન પ્રારંભિક ચેતવણી, ઇલેક્ટ્રોનિક યુદ્ધ, એન્ટી-સરફેસ વોરફેર અને સબમરીન વિરોધી યુદ્ધ તેમજ લાંબા અંતરની ગુપ્ત માહિતી એકત્ર કરવા અને દેખરેખ માટે થઈ શકે છે.

આ સાથે આ ડ્રોનને ડ્રગ્સની હેરાફેરી અને ચાંચિયાગીરી જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે પણ તૈનાત કરી શકાય છે.

આ ડ્રોન તમામ પ્રકારના હવામાનમાં એક સમયે લગભગ ત્રીસથી ચાલીસ કલાક સુધી ઉડી શકે છે. આ ડ્રોન 40000 ફૂટની ઉંચાઈ સુધી ઉડવાની ક્ષમતા ધરાવે છે.

સી ગાર્ડિયન ડ્રોન દરિયાઈ દેખરેખ અને ડોમેન જાગૃતિ માટે જવાબદારીપૂર્ણ કામ કરશે, જ્યારે સ્કાય ગાર્ડિયન ડ્રોનનો ઉપયોગ જમીનની સરહદોની રક્ષા માટે કરવામાં આવશે.

આ ડ્રોનનું સંચાલન અને મેન્ટેન કરવા સરળ રહેશે નહીં

એક મોટો પ્રશ્ન આ ડ્રોન્સની કિંમત અને ચલાવવા પર આવતા ખર્ચ વિશે છે કારણ કે નિષ્ણાતો માને છે કે આ ડ્રોન્સ ખરીદવા અને ચલાવવા બંને ખર્ચાળ સોદા છે.

રાહુલ બેદી કહે છે કે “જ્યાં સુધી દેખરેખની વાત છે ત્યાં સુધી આ વિશ્વનું સર્વશ્રેષ્ઠ ડ્રોન છે” પરંતુ એક મહત્વપૂર્ણ પ્રશ્ન પણ ઉઠે છે.

તેઓ કહે છે કે, ચાર અરબ ડોલરનો ખર્ચ કરીને આ ડ્રોન લાવવામાં તો આવશે પરંતુ આનો ઉપયોગ ક્યાં થશે? આ ડ્રોનને ચલાવવા ખુબ જ મોંઘા પડી શકે છે. તેના દરેક મિશનની ખર્ચ ખુબ જ વધારે આવે છે. તો શું આ ડ્રોનનો ઉપયોગ પાકિસ્તાનથી ભારતમાં ઘુસણખોરી કરી રહેલા આતંકવાદીઓ પર કરવામાં આવશે? કેટલાક મુઠ્ઠીભર્યા આતંકવાદીઓને મારવા માટે આટલું મોંઘુ મિશન ચલાવવું શક્ય બની શકશે નહીં. હું જાણતો નથી કે દેખરેખ રાખવા સિવાય આ ડ્રોનનો ઉપયોગ કેવી રીતે થઈ શકશે. સશસ્ત્ર ડ્રોનનો તમે ક્યાં ઉપયોગ કરશો? ચીન સાથેની બોર્ડર પર કરશો તો ચીન પણ જવાબ આપશે. જો પાકિસ્તાનની સીમા પર આનો ઉપયોગ કરશો તો તે ખુબ જ મોંઘુ પડશે.

રાહુલ બેદીનું તેવું પણ કહેવું છે કે અમેરિકન ઉપકરણોની સૌથી મોટી ખામી તે છે કે તેમને ઓપરેટ અને મેન્ટેન કરવા ખુબ જ મોંઘા છે. તેઓ કહે છે કે, અમેરિકાના સાધનોમાં જૂગાડ પણ કરી શકાતું નથી તે પણ સૌથી મોટી ખામી છે.

આ પણ વાંચો- દિલ્હી પોલીસને આવ્યો કોલ, કહ્યું ‘PM મોદી અને અમિત શાહને મારી નાખીશું

 

Back to top button