ગુજરાતટોપ ન્યૂઝ

વીજચોરી રોકવા PGVCL દ્વારા સૌરાષ્ટ્ર વ્યાપી દરોડા, રાજકોટમાં સતત ચોથા દિવસે કોર્પોરેટ ચેકિંગ

Text To Speech

વીજચોરી રોકવા માટે PGVCL દ્વારા સૌરાષ્ટ્ર  વ્યાપી દરોડાનો દો૨ ચાલી રહ્યો છે. રાજકોટ શહેરમાં આજે સતત ચોથા દિવસે કોર્પોરેટ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરાયું અને લગભગ 25 જેટલા અલગ અલગ વિસ્તારોમાં સવા૨થી 46 ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે આજે સવારથી ભુજ અને ભાવનગરમાં પણ વીજચોરી પકડી પાડવા માટે PGVCL દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

રાજકોટમાં સતત ચોથા દિવસે PGVCLની ટીમ ત્રાટકી
રાજકોટ શહેરમાં આજે સતત ચોથા દિવસે PGVCL ની કોર્પોરેટ ટીમ દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ શહેરના અલગ અલગ 30 જેટલા વિસ્તારોમાં 46 ટિમો દ્વારા સવારે 8 વાગ્યાથી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં પ્રહલાદ પ્લોટ, કોઠારીયા રોડ, સોરઠીયાવાડી, અને મિલપરા સબ ડિવિઝન હેઠળ આવતા અલગ અલગ 25 જેટલા વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં પરાબજાર, જંગલેશ્વર, સપના, ગોપાલનગર, સહકાર, રજપૂતપરા, અને ભક્તિનગરના 11 KV ફીડર આવરી લેવામાં આવ્યા છે.

આ સાથે આજે સવારથી ભુજ અને ભાવનગરમાં પણ વીજચોરી પકડી પાડવા માટે PGVCL દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે

90 લાખથી વધુની વીજ ચોરી ઝડપી
ઉલ્લેખનીય છે કે ચાલુ સપ્તાહમાં રાજકોટ ગ્રામ્ય બાદ શહેરી વિસ્તારમાં વીજ ચેકીંગ દરમિયાન છેલ્લા ત્રણ દિવસમાં  PGVCL દ્વારા 3000 કનેક્શન ચેક કરી 300 જેટલા કનેક્શનમાં અંદાજે 90 લાખથી વધુની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી જેમાં પ્રથમ દિવસે 20 જૂનના રોજ આજી 1 અને 2 સબ ડિવિઝન હેઠળ કોર્પોરેટ ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરેલ જેમાં 48 ટીમો દ્વારા 1417 કનેક્શન ચેક કરી 146 કનેક્શનમાં 40.66 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી.

રાજકોટ શહેરના અલગ અલગ 30 જેટલા વિસ્તારોમાં 46 ટિમો દ્વારા સવારે 8 વાગ્યાથી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે
રાજકોટ ગ્રામ્ય બાદ શહેરી વિસ્તારમાં વીજ ચેકીંગ દરમિયાન છેલ્લા ત્રણ દિવસમાં PGVCL દ્વારા 3000 કનેક્શન ચેક કરી 300 જેટલા કનેક્શનમાં અંદાજે 90 લાખથી વધુની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી

ભાવનગર-ભુજમાં પણ વીજ ચોરને પકડવા કાર્યવાહી
રાજકોટ શહેરની સાથે સાથે આજે ભાવનગર અને ભુજ સર્કલ હેઠળ વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ કોર્પોરેટ ચેકિંગ હાથ ધરી વીજ ચોરી ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં ભાવનગર સર્કલનાં મહુવા ડિવિઝન હેઠળ મહુવા ગ્રામ્ય 1,2 જેસર અને બગદાણા સબ ડિવિઝન હેઠળ 34 ટિમો દ્વારા 8 ગામમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે જયારે ભુજ સર્કલના નખત્રાણા , નલિયા અને કોઠારા સબ ડિવિઝન હેઠળ આવતા ગામોમાં 33 ટિમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

રાજકોટ શહેરની સાથે સાથે આજે ભાવનગર અને ભુજ સર્કલ હેઠળ વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ કોર્પોરેટ ચેકિંગ હાથ ધરી વીજ ચોરી ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે
Back to top button